બ્રેકિંગ ન્યુઝ
VTV / indian railways train ticket self service kiosk machine twitter viral video trending
Premal
Last Updated: 02:14 PM, 30 June 2022
ADVERTISEMENT
મુસાફરો લાઈનમાં ઉભા રહીને ટિકિટ લેવા માગતા નથી
અવાર-નવાર આપણે ટીકિટ લેવા માટે રેલવે સ્ટેશન પર જતા હોઇએ છીએ તો ત્યાં જોઈએ છીએ કે અનેક મુસાફરો ટીકિટ લેવા માટે લાઈનમાં ઉભા હોય છે અને બારી સુધી પહોંચવા માટે કલાકો સુધી રાહ જોવે છે. ટીકિટ આપનારા કર્મચારી પણ પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે. મુસાફરો પણ લાઈનમાં ઉભા રહીને ટીકિટ લેવા ઈચ્છતા નથી.
ADVERTISEMENT
મશીનની ઝડપે વૃદ્ધ શખ્સે ટીકિટ આપી
હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં જોઇ શકીએ છીએ કે એક વૃદ્ધ શખ્સ રેલવે સ્ટેશન પર ઉભો છે અને આવતા-જતા મુસાફરોને ટીકિટ આપી રહ્યો છે. મશીનમાંથી ટીકિટ આપવાની સ્પીડ જોઇને કોઈ પણ મુસાફર હેરાન રહી ગયો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૃદ્ધ શખ્સે માત્ર 15 સેકન્ડની અંદર ત્રણ ટીકિટ કાપી અને મુસાફરો તેની પાસે ટીકિટ લેવા માટે આવી રહ્યાં છે. કોઈ દાવો કરી રહ્યાં છે કે આ મુંબઈનો વીડિયો છે, તો કોઈ ચેન્નઈનો. જો કે, હજી સુધી આ પુષ્ટિ થઇ નથી કે આખરે આ વીડિયો ક્યાનો છે.
Somewhere in Indian Railways this guy is so fast giving tickets to 3 passengers in 15 seconds. pic.twitter.com/1ZGnirXA9d
— Mumbai Railway Users (@mumbairailusers) June 28, 2022
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
વીડિયો જોઇને એવો અંદાજ લગાવી શકાય છે કે વૃદ્ધ શખ્સને ટીકિટ કાપવાનો ગજબ અનુભવ છે. વીડિયો જોયા બાદ મુસાફરોને પોતાની આંખ પર વિશ્વાસ આવતો નથી. ટ્વિટર પર એક યુઝરે વીડિયો શેર કરી લખ્યું, ભારતીય રેલવેમાં ક્યા, આ માણસ આટલી સ્પીડથી ત્રણ મુસાફરોને 15 સેકન્ડમાં ટીકિટ આપી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 31 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.