બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / indian railways night suffer rules tte can not check ticket 10 pm to 6 am middle berth rules

ચિંતા ના કરતા / ટ્રેનમાં મુસાફરીનાં નવા નિયમો જાણી લેજો, આ સમયે તમારી સીટ પર કોઈ બેસી નહીં શકે, ટીટી પણ નહીં માગી શકે ટિકિટ

Premal

Last Updated: 01:07 PM, 25 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થ્રી ટિયર કોચ એટલેકે થર્ડ એસી અથવા સ્લીપર કોચમાં પ્રવાસ કરતા સમયે મિડલ બર્થને લઇને સૌથી વધુ સમસ્યા થાય છે. વારંવાર લોઅર બર્થવાળો મુસાફર મોડી રાત સુધી સીટ પર બેઠેલો હોય છે, જેના કારણે મિડલ બર્થવાળો મુસાફર ઈચ્છીને પણ આરામ કરતો નથી.

  • ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા રેલવેના નવા નિયમો જાણી લેજો
  • મિડલ બર્થવાળા મુસાફરોને સૌથી વધુ થાય છે સમસ્યા
  • આ સમયે તમારી સીટ પર કોઈ બેસી નહીં શકે

રેલવેના આ નિયમની જાણકારી આવશ્ય હોવી જોઈએ 

લાંબા રૂટ પર ટ્રેનનો પ્રવાસ વધુ આરામદાયક અને સુરક્ષિત રહે છે. આ જ કારણ છે કે મોટાભાગે લોકો ટ્રેનનો પ્રવાસ પસંદ કરે છે. જો તમે પણ સામાન્ય રીતે ટ્રેનમાં પ્રવાસ કરો છો તો તમને રેલવે સાથેના નિયમની જાણકારી હોવી જોઈએ. મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને રેલવે તરફથી અલગ-અલગ નિયમ બનાવવામાં આવ્યાં છે. 

લોઅર બર્થવાળા મુસાફરોને ઊંઘવામાં થાય છે મુશ્કેલી 

થ્રી ટિયર કોચ એટલેકે થર્ડ એસી અથવા સ્લીપર કોચમાં પ્રવાસ કરતી વખતે મિડલ બર્થને લઇને સૌથી વધારે મુશ્કેલી થાય છે. વારંવાર લોઅર બર્થવાળા મુસાફરો મોડી રાત સુધી સીટ પર બેઠેલા હોય છે, જેના કારણે મિડલ બર્થવાળો મુસાફર ઈચ્છીને પણ આરામ કરી શકતો નથી. ઘણી વખત તો એવુ પણ થાય છે કે મિડલ બર્થવાળો મુસાફર મોડી રાત્રિ સુધી લોઅર બર્થ પર બેઠો હોય છે, જેના કારણે લોઅર બર્થવાળા મુસાફરોને ઊંઘવામાં મુશ્કેલી થાય છે. 

રેલવેના નિયમ જણાવી શકો છો 

જો તમારી સાથે ક્યારેય પણ આવુ થયુ છે તો તમને રેલવેના નિયમો અંગે જાણકારી હોવી જોઈએ. રેલવેના નિયમ મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તમે મિડલ બર્થને ખોલી શકો છો. એટલેકે જો તમારી લોઅર બર્થ છે તો રાત્રે 10 વાગ્યા બાદ મિડલ બર્થ અથવા અપર બર્થવાળો યાત્રી તમારી સીટ પર બેસી શકતો નથી. તમે રેલવેના નિયમનો હવાલો આપીને તમારી સીટ ખાલી કરવા માટે કહી શકો છો. આ ઉપરાંત જો દિવસમાં મિડલ બર્થવાળો પેસેન્જર પોતાની સીટ ખોલે છે, તો પણ તમે તેને રેલવેેનો નિયમ જણાવી શકો છો. 

ટીટીઈ પણ ટિકિટ ચેક નહીં કરી શકે

વારંવાર મુસાફરોને ફરિયાદ કરવામાં આવે છે કે ટ્રેનમાં ઊંઘ્યા બાદ ટીટી ટિકિટ ચેક કરવા માટે ઉઠાડી દે છે. એવામાં મુસાફરોની ઊંઘ બગડે છે અને પરેશાની થાય છે. મુસાફરોની આ પરેશાનીને દૂર કરવા અને પ્રવાસને સુુવિધાનજક બનાવવા માટે રેલવેના નિયમ મુજબ ટીટી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી મુસાફરોના ઊંઘવાના સમય દરમ્યાન ટિકિટ ચેક કરી શકતો નથી. પરંતુ જો તમારી યાત્રા રાત્રે 10 વાગ્યા બાદ શરૂ થાય છે તો રેલવેનો આ નિયમ લાગુ નહીં થાય.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Indian Railways Indian Railways Rules Middle Berth Rules Middle Berth Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ