બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / indian railway retiring rooms built in railway stations

ખુશખબર / ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય: સ્ટેશન પર રોકાણ માટે મળશે મોટી સુવિધા, 50 સ્ટેશનો પર બની રહ્યા છે રિટાયરિંગ રૂમ

Pravin

Last Updated: 12:23 PM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુસાફરી દરમિયાન યાત્રિઓને કોઈ તકલીફ ન થાય, તેના માટે રેલ્વે ટ્રેનો અને સ્ટેશનોમાં કેટલીય નવી નવી સુવિધાઓ આપી રહ્યું છે. આ જ ક્રમમાં દેશના તમામ રેલ્વે સ્ટેશનોમાં રિટાયરિંગ રૂમ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય
  • રેલ્વે સ્ટેશન પર રોકાવા માટે મળશે અદ્યતન સુવિધા
  • તમામ રેલ્વે સ્ટેશનો પર બનશે રિટાયરિંગ રૂમ

મુસાફરી દરમિયાન યાત્રિઓને કોઈ તકલીફ ન થાય, તેના માટે રેલ્વે ટ્રેનો અને સ્ટેશનોમાં કેટલીય નવી નવી સુવિધાઓ આપી રહ્યું છે. આ જ ક્રમમાં દેશના તમામ રેલ્વે સ્ટેશનોમાં રિટાયરિંગ રૂમ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન ટૂંક સમયમાં આ રિટાયરિંગ રૂમ માટે સ્ટેશનોને ફાઈનલ કરશે. સંભાવના જણાવામાં આવી રહી છએ કે, આગામી છ મહિનામાં આ રિટાયરિંગ રૂમનું કામ શરૂ થઈ જશે.

50 સ્ટેશનો પર રિટાયરિંગ રૂમ બનાવામાં આવશે

દેશમાં 25 રેલ્વે સ્ટેશનો પર હાલના સમયમાં આઈઆરસીટીસી દ્વારા રિટાયરિંગ રૂમનું સંચાલન થઈ રહ્યું છે. હાલમાં જ 46 અન્ય રેલ્વે સ્ટેશન ફાઈનલ થઈ ચુક્યા છે. આ ઉપરાંત અન્ય 50 સ્ટેશનો પર આધુનિક સુવિધાઓથી લૈસ રિટાયરિંગ રૂમ બનાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મુસાફરોને સફર દરમિયાન રહેવામાં અસુવિધા ન થાય તેના માટે હોટલ જવું ન પડે, સ્ટેશનોમાં જ હોટલોની સુવિધાવાળા રિટાયરિંગ રૂમ મળી રહેશે.

રિટાયરિંગ રૂમમાં હોટલ જેવી સુવિધાઓ

આ રિટાયરિંગ રૂમમાં યાત્રિઓને રોકવા અને વિશ્રામની સારામાં સારી સુવિધાઓ આપવામાં આવશે. દરેક રિટાયરિંગ રૂમમાં એસી, ફ્રિઝ, એલઈડી ટીવી, ડબલ બેડ, સોફા સેટ એન્ડ ચેર, ડ્રેસિંગ ટેબલ, તિજોરી અને અટેચ્ડ વોશરૂમની સુવિધા આપવામા આવસે. તેની સાથે જ મુસાફરોને સુવિધા માટે ઈલેક્ટ્રિક કિટલી તથા પાણીની બોટલ, રૂમાલ, સાબૂ તથા શેમ્પુ પણ આપવામાં આવશે.

હોટલથી સસ્તુ હશે ભાડૂ

આ રિટાયરિંગ રૂમનું ભાડૂ હોટલથી પણ સસ્તુ હશે. હોટલમાં મળતી તમામ સુવિધાઓ છતાં 600 રૂપિયાથી લઈને 1500 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જો કે, હજૂ સુધી ભાડૂ ફિક્સ થયુ નથી.

આવી રીતે બુક કરાવી શકશો રિટાયરિંગ રૂમ

હાલના સમયમાં રિટાયરિંગ રૂમ અને ડારમેટ્રી બેડના બુકીંગ આઈઆરસીટીસીની વેબસાઈટ https://www.irctc.co.in/nget/train-search પર કરી શકાય છે. રિટાયરિંગ રૂમ અને ડારમેટ્રી બેડના બુકીંગ વધુમાં વધું 48 કલાક માટે થઈ શકશે. સાથે જ રિટાયરિંગ રૂમ અને ડારમેટ્રી બેડ ખાલી થવા પર આઈઆરસીટીસી કર્મચારી બુકીંગની સુવિધા પણ આપશે. બુકીંગ માટે મુસાફરો પાસેથી આગળની યાત્રા માટે ટિકિટ હોવી જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ