ઈન્ડિયન પ્રીમિયર લીગને ભારતમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે. આ પછી CoWIN ને બીજા નંબર પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું હતું.
IPLને ભારતમાં સૌથી વધારે કરવામાં આવી સર્ચ
બીજા નંબર પર CoWIN થયું સર્ચ
જાણો ટોપ 10 સર્ચની લિસ્ટ
ગૂગલે પોતાનો "યર ઇન સર્ચ 2022" રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં એવા કીવર્ડ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેણે આ વર્ષે સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા. આ લિસ્ટને દર વર્ષે જુદા જુદા દેશોમાં બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષની સરખામણીમાં ભારતમાં જાહેર કરાયેલી લિસ્ટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. 2021માં લોકોએ કોરોનાવાયરસ સંબંધિત સવાલોને વધારે સર્ચ કર્યા હતા. પરંતુ આ વર્ષે મનોરંજન, ગેમ અને અન્ય વિષયો વિશે વધારે સર્ચ કરવામાં આવ્યું છે.
ટોપ પર રહ્યા આ સર્ચ
ભારતમાં IPLને સૌથી વધારે વખત સર્ચ કરવામાં આવી છે. આ દેશમાં સૌથી વધારે સર્ચ કરનાર રમત પણ છે. ત્યાર બાદ Cowin, એક સરકારી વેબ પોર્ટલ છે જે કોરોનાની વેક્સીન માટે રજીસ્ટ્રેશનની સુવિધા આપે છે અને ડિજિટલ વેક્સીન સર્ટિફિકેટ જાહેર કરે છે. તેને બીજા નંબર પર સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું.
ત્રીજા નંબર પર ફીફા વર્લ્ડ કપ હતું. ચોથા અને પાંચમાં નંબર પર એશિયા કપ અને આઈસીસી પુરૂષ ટી 20 વિશ્વ કપને સર્ચ કરવામાં આવ્યા હતા. છઠ્ઠા નંબર પર બોલિવુડ બ્લોકબસ્ટર બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન-શિવા, સાથે ઈ-શ્રમ કાર્ડ, આઠ પર કોમન વેલ્થ ગેમ્સ, નવમાં નંબર પર K.G.F ચેપ્ટર 2 અને દસમાં નંબર પર ઈન્ડિયન સુપર લીગ રહ્યું.