બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Indian Economy will be world's third largest economy by 2030

અર્થતંત્ર / મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ, ભારત આવતાં 10 વર્ષોમાં દુનિયાની ઇકોનોમીમાં વગાડશે ડંકો

Vaidehi

Last Updated: 05:46 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે તે ભારત 2030થી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, એનર્જી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાથી ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે.

  • 2030 સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
  • GST કલેક્શન અને નોકરીઓની તકોમાં વધારો થયો 
  • લોકોની આવક બેગણી થઇ 

ભારતીય અર્થવ્યવસ્થાએ આ તહેવારની સીઝનમાં જોરદાર ગ્રોથ કર્યો છે. ઓક્ટોબરમાં જે રીતે કાર અને ઓટો સેક્ટરને લઇને GST કલેક્શન અને નોકરીઓની તકોમાં વધારો થયો તેનાથી એ તો સાફ થઇ જ ગયું તે ગ્લોબલ સંકટ હોવા છતાં રણ ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપે આગળ વધનારી અર્થવ્યવસ્થા બની જશે. આ મુદે ગ્લોબલ ઇનવેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટૈનલીનાં રિપોર્ટ અનુસાર ભારત વર્ષ 2030 સુધીમાં દુનિયાનો ત્રીજો સૌથી ઝડપથી વિકસિત થતો દેશ બની જશે. 

દુનિયાનો રોકાણ માટેનો સૌથી આકર્ષક દેશ છે ભારત
એક રિપોર્ટ અનુસાર ભારત વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મજૂબત બની રહ્યો છે. આ રોકાણકારો માટે ખુબ મોટી તક છે. પીએમ મોદીએ કર્ણાટકમાં ગ્લોબલ ઇનવેસ્ટમેન્ટ મીટમાં કહ્યું કે ભારત વૈશ્વિક સંકટમાં પણ અડીખમ ઊભું છે, તેથી વિદેશી રોકાણકારો માટે અહીં ઘણાં  સારા વિકલ્પો છે. તેમને ઉદાહરણ આપતાં જણાવ્યું કે ગયાં વર્ષે ભારતમાં 84 અરબ ડોલર FDI આવ્યું છે. 

આ સેક્ટર ભારતની તરફેણમાં 
માહિતી અનુસાર આવી ઘટના ઘણાં વર્ષોમાં એકવાર બને છે. ડેમોગ્રાફિક, ડિજિટલાઇઝેશન, ડીકાર્બનાઇઝેશન અને ડીગ્લોબલાઇઝેશન વગેરે હાલમાં ભારતનાં પક્ષમાં છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 

લોકોની આવક બેગણી
આ ઘટનાઓથી ભારતની આવકમાં પણ વધારો નોંધાયો છે. આવતાં 10 વર્ષોમાં ભારતમાં એવા પરિવારોની સંખ્યા પાંચ ગણી વધીને 2.5 કરોડ થઇ જશે કે જેમની વાર્ષિક આવક 28 લાખ રૂપિયાથી વધુ હશે.  આ સિવાય GDP પણ બમણી થઇ 2031 સુધી 7.5 લાખ કરોડ ડોલર થઇ જશે અને આવનારાં 10 વર્ષોમાં 10 લાખ ડોલરને પાર કરી જશે. 

આઉટસોર્સિંગમાં મચશે ધૂમ
એક રિપોર્ટ અનુસાર આવનારા દશકમાં ભારતમાં આઉટસોર્સમાં કામ કરનારાં કર્મચારીઓની સંખ્યા બેગણી વધીને 1.10 કરોડ સુધી પહોંચી શકે છે. આઉટસોર્સિંગ પર થનારાં ખર્ચ 180 અરબ ડોલરથી વધીને 2030 સુધીમાં  500 અરબ ડોલર થઇ શકે છે. તેની અસર કોમર્શિયલ અને રેસિડેંશિયલ પ્રોપર્ટીઝ પર જોવા  મળશે. 

આ સંકેતો ભારતની અર્થવ્યવસ્થામાં મજબૂતાઇ દર્શાવે છે. 
વૈશ્વિક સંકટમાં ભારતીય ઇકોનોમી
ગ્લોબલ સંકટ હોવા છતાં ભારતીય ઇકોનોમી મજબૂતાઇથી આગળવ વધતી જોવા મળી છે. પાછલા મહિને GST કલેક્શનમાં 16.6%થી વધીને 1.52 લાખ કરોડ થઇ છે જે એપ્રિલમાં 1.68 લાખ કરોડ રૂપિયા હતી. 

કારોનાં વેંચાણે મચાવી ધૂમ
નવરાત્રી, ધનતેરસ, દિવાળીના પર્વોને લીધે માર્કેટ ઘણું આગળ વધ્યું છે. ઓક્ટોબરમાં ગાડીઓની રિટેલમાં વેચાણ 70% જેટલું વધ્યું છે. તો ઇલેક્ટ્રિક બાઇકનું વેંચાણ પણ ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યું છે. 

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ફાયદા
મેન્યુફેક્ચરિંગ સેક્ટર કંપનીઓએ ઓક્ટોબરમાં નવી નોકરીઓ ફાળવવામાં છેલ્લા 33 મહિનાઓનો રેકોર્ડ બ્રેક કર્યો છે. ઓક્ટોબરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ સપ્ટેમ્બરનાં 55.1 થી વધીને 55.3 સુધી પહોંચ્યું છે. 

સર્વિસેજ PMIનું શાનદાર પ્રદર્શન
સર્વિસ સેક્ટર લાંબા સમયથી ભારતીય અર્થવ્યવસ્થાનું મુખ્ય એન્જિન રહ્યું છે. ઓક્ટોબરમાં લગાતાર 15માં મહિને સર્વિસેજ PMI 50ની ઉપર રહ્યું છે. ઓક્ટોબરમાં PMI 55.1 પર છે જ્યારે સપ્ટેમ્બરમાં આ આંક 54.3 પર હતો. 

કેટલાય સેક્ટરોમાં તેજી
ઓક્ટોબરમાં પેટ્રોલ વેંચાણમાં 12.1%નો વધારો થતાં 2.78 મિલિયન ટન પર પહોંચ્યો છે. તે સિવાય ડીઝલનાં વેંચાણમાં 12%નો વધારો થઇને 6.57 મિલિયન ટન થયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ