બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Indian contingent ends campaign with 61 medals, here is a look at their final day of Commonwealth Games 2022

ગૌરવ / કૉમનવેલ્થ ગેમ્સ 2022નું સમાપનઃ ભારતના ખાતામાં કુલ 61 મેડલ, અનેક ખેલાડીઓએ રચ્યો ઇતિહાસ

Vishnu

Last Updated: 11:31 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

104 પુરૂષ અને 103 મહિલાઓએ CWG-2022માં લીધો ભાગ , ભારતના ખેલાડીઓએ 61 મેડલ જીતીને વધાર્યુ દેશનું ગૌરવ

 • CWG 2022માં ભારતને 61 મેડલ મળ્યા 
 • 28 જુલાઇથી શરૂ થઇ હતી કોમનવેલ્થ ગેમ્સ
 • ભારત માટે અનેક ખેલાડીઓએ રચી દીધો ઇતિહાસ 

28 જુલાઇથી ઈગ્લેંડના બર્મિંગહામ શરૂ થયેલા કોમનવેલ્થ 2022નું આજે સોમવારે સમાપન થયું છે. ભારત માટે આ ગેમ્સ ખૂબ જ ખાસ રહી છે. આ વખતે ઘણાખરા ખેલાડીઓ સારું પદર્શન કરી ભારતનો ડંકો વગાડ્યો છે. પૂરા દેશે આ ગેમ્સ દરમિયાન ખેલાડીઓનો જુસ્સો વધાર્યો છે. વેટલીફ્ટર મીરાંબાઈ ચાનુંના ગોલ્ડની સાથે શરૂ થયેલી આ ગેમ્સ હોકીમાં સિલ્વર મેડલ સાથે પૂર્ણ થઈ.

પોઈન્ટ ટેબલમાં ભારતનું 4 નંબરનું સ્થાન 
ભારતે 18મી વખત આ કોમનવેલ્થ ગેમ્સમાં હિસ્સો લીધો. દેશ તરફથી 104 પુરુષો અને 103 મહિલાઓએ તેમાં હિસ્સો લીધો હતો. આ ખેલાડીઓ 61 મેડલ જીતવામાં કામયાબ રહ્યા છે. ભારે 22 ગોલ્ડ 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલીયા, ઈંગ્લેન્ડ અને કેનેડા પછી 4 નંબરનું સ્થાન ભારતને મળ્યું છે.

પહેલી વાર લોન બોલ મેડલ મળ્યા
ભારતને સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં મળ્યા છે જેમાં 6 ગોલ્ડ, એક સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. દેશમાં પહેલી વાર લોન બોલ ( એક ગોલ્ડ, એક સિલ્વર)ની ગેમ્સમાં મેડલ જીતવામાં સફળતા મળી છે. તો બીજી તરફ એથ્લેટિકસ અને બેડમિંટનમાં ખેલાડીઓએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

કઇ રમતમાં કેટલા મેડલ મળ્યા
ભારતે વેટલિફ્ટિંગમાં 10,ટેબલટેનિસમાં 7,બોક્સિંગમાં 7 મેડલ જીત્યા, બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા, લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો જ્યારે જૂડોમાં ત્રણ,હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા છે.

CWGમાં ભારતે 22 ગોલ્ડ,16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ જીત્યા

 • પુરૂષોએ 35 અને મહિલાઓએ 26 મેડલ જીત્યા 
 • ભારતે સૌથી વધુ 12 મેડલ રેસલિંગમાં જીત્યા 
 • પહેલી વખત લોન બોલમાં એક ગોલ્ડ,એક સિલ્વર જીત્યો
 • એથલેટિક્સ,બેડમિન્ટનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું
 • વેટલિફ્ટિંગમાં 10,ટેબલટેનિસમાં 7,બોક્સિંગમાં 7 મેડલ જીત્યા
 • બેડમિન્ટનમાં 6,એથલેટિ્ક્સમાં 8 મેડલ જીત્યા
 • લોનબોલમાં બે અને પેરા લિફ્ટિંગમાં એક મેડલ જીત્યો
 • જૂડોમાં ત્રણ,હોકીમાં બે,ક્રિકેટમાં એક અને સ્કવોશમાં બે મેડલ જીત્યા
 • ગયા વખતે ગોલ્ડકોસ્ટમાં ભારતે 66 મેડલ જીત્યા હતા
 • ત્યારે 16 મેડલ શૂટિંગમાં હતા જે આ વખતે ગેમ્સનો ભાગ ન હતો

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતી ચડક્યા
ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.  ગુજરાતની દીકરી ભાવિના પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.  ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. 

આગળના વર્ષોમાં ગોલ્ડકોસ્ટમાં યોજાયેલા ખેલોમાં ભારતે 66 મેડલ કબજે કર્યા હતા. જેમાં 26 ગોલ્ડ, 20 સિલ્વર, 20 બ્રોન્ઝ જીત્યા હતા. તે વખતે ભારતને એક માત્ર શૂટિંગમાંથી જ 16 મેડલ મળ્યા હતા. જે ગેમ આ વખતે રમતનો હિસ્સો જ ન હતી. તેવા ભારત માટે આ પદર્શન સૌથી શ્રેષ્ઠ હતું.
 

સંકળાયેલા મુદ્દાઓ

CWG 2022 CWG Medals CWG22 india commonwealth games 2022 કોમનવેલ્થ ગેમ્સ 2022 કોમનવેલ્થ ભારત મેડલ કોમનવેલ્થ ભારત રેન્ક ભારત કોમનવેલ્થ પોઈન્ટ ટેબલ Commonwealth Games 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ