એક ભારતવંશી ક્લિનીક મનોચિકિત્સકે દાવો કર્યો છે કે બેભાનમાંથી સભાન અવસ્થામાં આવતી સમયે તેમણે આખા બ્રહ્માંડને સમજી લીધુ છે. અચંબિત થાય તેવા આવા દાવાની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે વૉરવિક યુનિવર્સિટીમાં પ્રયોગ પણ કરવામાં આવ્યાં.
ભારતવંશી ક્લિનીક મનોચિકિત્સકનો દાવો
બેહોશમાંથી હોશમાં આવતા આખા બ્રહ્માંડને સમજી લીધુ
વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેનો સંબંધ સમજમાં આવ્યો
એક પ્રોફેસરે આખા બ્રહ્માંડને સમજી લીધુ !
વૉરવિક યુનિવર્સિટીમાં કામ કરતા ભારતવંશી મનોચિકિત્સકનુ નામ છે પ્રોફેસર સ્વરણ સિંહ. તેમણે જણાવ્યું કે કેવીરીતે તેમણે આખા બ્રહ્માંડને પોતાની જ્ઞાનાત્મક રીતે સમજી લીધુ છે. પરંતુ આ એક પ્રયોગ હતો અને તેને સમજવો ખૂબ મુશ્કેલ છે. આ પ્રયોગ જર્નલ ઑફ નર્વસ એન્ડ મેન્ટલ ડિજીસમાં પ્રકાશિત થયો છે.
આ મામલો 38 વર્ષ જૂનો છે
પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે, આ મામલો 38 વર્ષ જૂનો છે. 4 એપ્રિલ, 1984ની વાત છે, જ્યારે તેની સાથે એક માર્ગ દુર્ઘટના થઇ હતી. સર્જરી કરાવવી પડી. જ્યારે તે બેભાન અવસ્થામાંથી સભાન અવસ્થામાં આવી રહ્યો હતો. આ દરમ્યાન તેમને આખા બ્રહ્માંડની સમજ આવી ગઇ. તેમને વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચેનો સંબંધ સમજમાં આવી ગયો. જો કે, સિંહ આ જણાવે છે કે આ અનુભૂતિને સમજવી ખૂબ મુશ્કેલ હતી. તેથી આટલા વર્ષોથી તે આને સમજાવવાના વધુ ઉદાહરણ શોધી રહ્યાં હતા. હવે તેનો રિપોર્ટ એક સાઇન્ટિફિક જર્નલમાં પ્રકાશિત થયો છે.
બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ થાય છે
પ્રોફેસર સ્વરણ સિંહે જણાવ્યું કે જે તેમની સાથે થયુ છે, તેને વિજ્ઞાનની ભાષામાં નોએસિસ કહે છે. એટલેકે કોઈ પણ વસ્તુને તાર્કિક રીતે સમજવી. નોએસિસ એવા માણસને થાય છે કે જેને કોઈ પણ વસ્તુની પૂરી તાર્કિક જાણકારી અથવા જ્ઞાન હોય. તેમણે જણાવ્યું કે બેહોશમાંથી હોશમાં આવતા આશરે 10 થી 12 મિનિટ સુધી તેમને દરેક બાબત સારી રીતે સમજમાં આવતી હતી. એવુ લાગી રહ્યું હતુ કે તે બ્રહ્માંડના બધા રહસ્ય સમજવા લાગ્યા છે. આવુ તેમની સાથે પહેલા ક્યારેય થયુ નથી.
આ બધી ગતિવિધિ કેવીરીતે થઇ તેનાથી હું અજાણ: પ્રોફેસર
પ્રોફેસર સ્વરણ સિંહે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે તેમને ખબર નથી કે આ બધી ગતિવિધિ તેમને કેવીરીતે ખબર છે? પરંતુ તેમને ખબર છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ સ્પેસ, ટાઇમ, એનર્જી, મેટર અને લાઇફને પૂરી રીતે સમજી ચૂક્યા છે. તેઓ દાવો કરે છે કે જીવન સતત બદલાતુ રહે છે, પરંતુ જીવનને ચલાવવામાં આવતી સતત ઉર્જા એક સમાન રહે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જો જીવનનુ એક રૂપ મોટુ હોય છે તો તે નિશ્ચિત રીતે કોઈ અન્ય નાના જીવનના કારણે બને છે. એક જીવન સમાપ્ત થાય છે તો બીજુ શરૂ થાય છે. પરંતુ ઉર્જા તો એક સમાન જ રહે છે.