Indian Bowlers send kangaroo batsman back to pavilion in just 191 runs in day 2
ક્રિકેટ /
બીજા દિવસના અંતે ભારતીય બોલરો સામે કાંગારું ઘુંટણીયે; 191 રનમાં ઓસ્ટ્રેલિયન ટીમ પેવેલિયન ભેગી
Team VTV04:42 PM, 18 Dec 20
| Updated: 05:15 PM, 18 Dec 20
બીજા દિવસે ભારતીય બોલરોએ કમાલ કરતા ઓસ્ટ્રેલિયાને 191 રનમાં તંબુ ભેગી કરી દીધી હતી.
બીજા દિવસની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ ભારતની બચેલી વિકેટો ખેરવીને પહેલા સેશનમાં ભારતને 244 રને ઓલ આઉટ કરી દીધું હતું. આ 244 રનમાં કેપ્ટન કોહલીએ 74 રનની લડાયક ઈંનિગ્સ રમી હતી. ભારતીય બોલરોમાંથી અશ્વિને 4 વિકેટ ખેરવી હતી. બીજી તરફ ઉમેશ યાદવે 3 જયારે બુમરાહે 2 વિકેટ ઝડપીને પોતાનું યોગદાન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆત કરી
ઓસ્ટ્રેલિયાએ ખરાબ શરૂઆત કરતા મેથ્યુ વેડ અને જો બર્ન્સ બંને ઓપનરો 8 રનમાં સસ્તામાં આઉટ થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ફક્ત કેપ્ટન ટીમ પેન અને લાબુશેન અનુક્રમે 73 અને 47 રનનો સન્માનજનક સ્કોર બનાવી શક્યા હતા.
એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે યુવા ખેલાડી પૃથ્વી શો સામેની ડે નાઈટ ટેસ્ટ મેચ દુ:સ્વપ્ન સાબિત થઈ રહી છે. પહેલા તે શૂન્ય રને આઉટ થયો, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન તેણે કાંગારૂ બેટ્સમેન માર્નસ લાબુશેનનો આસાન કેચ ડ્રોપ કરી દીધો.
ઓસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 23મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. સ્ટ્રાઈક ઉપર માર્નસ લાબુશેન હતો. બુમરાહના શોર્ટ પીચ બોલને ફટકારતી વખતે દડો સીધો પૃથ્વી શો પાસે પહોંચ્યો હતો જ્યારે પૃથ્વી શો આ આસાન કેચ પકડી શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થતા ભારતીય ઓપનરોએ ફક્ત થોડી ઓવર પીચ ઉપર ટકીને દિવસ પૂરો કરવાનો હતો. જો કે પહેલી ઇનિગ્સમાં 0 ઉપર આઉટ થનાર પૃથ્વી શો ફરી એક વખત નિષ્ફળ જતા પેટ કમિન્સના સ્વીંગ થતા ગુલાબી બોલનો શિકાર થઇને ફક્ત 4 રને બોલ્ડ થયો હતો. ત્યાર બાદ નાઈટ્સ વોચમેન તરીકે બુમરાહને મોકલવામાં આવ્યો હતો. બુમરાહે જેમ તેમ કરીને 11 બોલનો સામનો કરીને દિવસ પૂરો કર્યો હતો. આમ 9 રન નોંધાવીને ભારતે 1 વિકેટ ખોઈ હતી. હાલ ભારત 62 રનની લીડમાં છે.