બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 12:20 PM, 7 January 2020
ADVERTISEMENT
રવિવારે ગુવાહાટીના વરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં થનારી મેચ વરસાદ અને ભીની પિચને કારણે રદ થઈ ગઈ હતી. હવે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં મંગળવારે રમાશે. ટીમ ઈન્ડિયા ક્યા 11 ખેલાડીઓના દમ પર 2020ની પહેલી મેચ રમવા ઉતરશે, ચાલો જાણીએ.
ઓપનર્સ
ADVERTISEMENT
શિખર ધવન અને કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાની ઓપનિંગ કમાન સંભાળશે. ધવન ઈજા બાદ વાપસી કરી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે શું તે સારું પ્રદર્શન કરી શકશે કે નહીં. જ્યારે રાહુલ શ્રેષ્ઠ ફોર્મમાં છે.
વેસ્ટ ઇન્ડીઝ રાહુલે જોરદાર પ્રદર્શન આપી ઘણાં રન બનાવ્યા હતા. હવે આ મેચમાં પણ ટીમને આશા છે કે રાહુલ બેસ્ટ પ્રદર્શન આપે.
મિડલ ઓર્ડર
કેપ્ટન વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરવા ઉતરશે. જ્યારે નબંર ચાર પર શ્રેયસ અય્યર મેદાન પર ઉતરશે. કોહલી અને અય્યરે જબરદસ્ત પ્રદર્શન સાથે તકનો લાભ લેવામાં સફળ રહ્યા છે.
ઓલરાઉન્ડર/ વિકેટકીપર
શિવમ દુબે ઓલરાઉન્ડરની ભૂમિકામાં જોવા મળી શકે છે. વિન્ડીઝ સામે વનડે સીરિઝમાં ઋષભ પંતે ઝડપથી રન બનાવ્યા હતા અને ધમાકેદાર પ્રદર્શન આપ્યું હતું.
બોલિંગ
ભારતીય ટીમના ઝડપી બોલરની કમાન ઈજાગ્રસ્ત થયા બાદ વાપસી કરી રહેલાં જસપ્રીત બુમરાહ પર છે. તેની સાથે નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર પણ સાથ આપતા જોવા મળી શકે છે. જ્યારે સ્પિનર્સ તરીકે કુલદીપ યાદવ અને વાશિંગ્ટન સુંદરને તક મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઇંગ ઇલેવન નીચે મુજબ છેઃ
ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ અય્યર, શિખર ધવન, ઋષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની.
તસવીરોઃ Twiitter
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.