ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. હવે બંને દેશો વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ માટે હોટલ પહોંચેલા ખેલાડીઓનું સ્વાગત ખૂબ જ અલગ રીતે કરવામાં આવ્યું હતું. ટેસ્ટનો પ્રથમ મુકાબલો કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે
ભગવા ખેસ, ઘંટનાદ અને રામધૂનથી ખેલાડીઓનું સ્વાગત
કાનપુર પહોંચેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના સ્વાગતમાં ભગવા રંગની અસર જોવા મળી હતી. હોટેલ પહોંચતા જ તમામ ખેલાડીઓનું સૌપ્રથમ કેસરી ખેસ સાથે સ્વાગત કરવામાં આવ્યું.આ દરમિયાન એક વાત વધુ ખાસ હતી. હોટેલની સાઉન્ડ સિસ્ટમમાં ઘંટનાદના રણકાર સાથે રામ ભજનનો અવાજ ગુંજી રહ્યો હતો. આ પ્રકારનું સ્વાગત દેશમાં પહેલીવાર જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે સીએમ યોગીના ભગવા પ્રેમને જોતા, ખેલાડીઓના સ્વાગત માટે આ રીતે કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
Indian and New Zealand cricket teams reach Kanpur ahead of their first test match that will be played at Green Park International stadium between Nov 25 and Nov 29 pic.twitter.com/oli27Kv8P8
— ANI UP (@ANINewsUP) November 22, 2021
ADVERTISEMENT
કોરોનાના કારણે જાતે જ પહેર્યા ખેસ
મહત્વનું છે કે કોરોના પ્રોટોકોલને કારણે કોઈ ખેલાડીને સ્પર્શ પર પ્રતિબંધ હતો. તેથી જ દરેક ખેલાડી પોતે પોતાના હાથે ભગવો ખેસ ગળામાં પહેરી પ્રવેશ કરી રહ્યા હતા. 19 નવેમ્બરે કેપ્ટન રહાણે સાથે ભારતીય ટીમના 10 ખેલાડીઓ હોટલ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ સોમવારે એટલે કે આજે ન્યૂઝીલેન્ડની ટીમ સાથે કોલકાતાથી સીધા હોટેલ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ