બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / India vs England Team India will make history if won match in Oval Test

ક્રિકેટ / આ મેદાન પર જો ભારત જીત્યું તો રચાશે ઈતિહાસ, 50 વર્ષ પહેલા મળી હતી એક માત્ર જીત

Arohi

Last Updated: 06:20 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓવલમાં ભારતને 50 વર્ષથી ટેસ્ટ જીતનો ઇંતજારઃ આ મેદાન પર છેલ્લી ત્રણેય ટેસ્ટમાં પરાજય થયો છે

  • ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે કાલથી રમાશે ટેસ્ટ 
  • કેનિંગ્ટન ઓવલમાં રમાશે મેચ
  • ભારત જીત્યું તો રચશે ઈતિહાસ

ભારતને લીડ્સ ટેસ્ટમાં ઇનિંગ્સ અને 76 રનથી હરાવીને ઈંગ્લેન્ડની ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં જોરદાર વાપસી કરવાની સાથે શ્રેણી 1-1થી બરોબરી પર લાવી દીધી. બંને ટીમ વચ્ચે હવે ચોથી ટેસ્ટ આવતી કાલથી કેનિંગ્ટન ઓવલમાં શરૂ થશે.

50 વર્ષ પહેલાં 1971માં મળી હતી જીત 
કેનિંગ્ટન ઓવલ પર ભારતીય ટીમનો રેકોર્ડ સારો રહ્યો નથી. ભારત આ મેદાન પર કુલ 13 ટેસ્ટ મેચ રમ્યું છે અને ફક્ત એક જ ટેસ્ટમાં જીત મેળવી છે. જ્યારે  પાંચ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે અને સાત મુકાબલા ડ્રો રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ મેદાન પર ટીમ ઇન્ડિયાને આ એકમાત્ર જીત આજથી 50 વર્ષ પહેલાં 1971માં મળી હતી. 1971માં અજિત વાડેકરની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ચાર વિકેટથી પરાજય આપ્યો હતો.

કેનિંગ્ટન ઓવલમાં ભારતે જે છેલ્લી ત્રણ ટેસ્ટ રમી છે એ તમામ ટેસ્ટમાં ભારતીય ટીમનો પરાજય થયો છે. વર્ષ 2011માં યજમાન ઈંગ્લેન્ડે ભારતને ઇનિંગ્સ અને આઠ રનથી પરાજય આપ્યો હતો, જ્યારે 2014માં ઇનિંગ્સ અને 244 રનથી ભારતીય ટીમ હારી હતી. 2018ના ઈંગ્લેન્ડ પ્રવાસ પર એલિસ્ટર કૂક એન્ડ કંપનીએ ભારતને 118 રનથી ધૂળ ચટાડી દીધી હતી.

ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ હાલ પોતાની કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. વર્તમાન શ્રેણીની રમાયેલી ત્રણેય ટેસ્ટમાં તેણે 126.75ની સરેરાશથી કુલ 507 રન ઝૂડી કાઢ્યા છે. આ ત્રણેય ટેસ્ટમાં જો રૂટના બેટમાંથી સદી નીકળી છે.

ભારત માટે ચિંતાનો વિષય એ જ છે કે કેનિંગ્ટન ઓવલમાં ભારત સામે રૂટે ફક્ત બે ટેસ્ટ રમી છે અને એ બંને ટેસ્ટમાં રૂટે સદી ફટકારી છે. ટીમ ઇન્ડિયા સામે આ મેદાન પર રમેલી બે ટેસ્ટ મેચમાં રૂટે 137ની સરેરાશ સાથે કુલ 274 રન બના્યા છે અને આ બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ