બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / india vs australia rahul dravid reading hitting against spin book virat kohli
Premal
Last Updated: 02:15 PM, 16 January 2023
ADVERTISEMENT
હવે ભારતીય ટીમ સામે છે આ પડકાર
ભારતે શ્રીલંકા સામે 3-0થી વન-ડે સીરીઝ પોતાના નામે કરી છે. હવે તેની સામે ન્યુઝીલેન્ડનો પડકાર હશે અને પછી ઓસ્ટ્રેલિયાનો પડકાર હશે. ભારત આવતા મહિને ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ અને 3 વન-ડે મેચની સીરીઝ રમશે. ભારત માટે 4 ટેસ્ટ મેચની સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવાની છેલ્લી તક છે. ભારતે દરેક સ્થિતિમાં 4 માંથી 3 ટેસ્ટ જીતવા પડશે અને આ મહત્વની સીરીઝ માટે ભારતીય કોચ રાહુલ દ્રવિડે પણ તૈયારી શરૂ કરી દીધી છે. શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે મેચ દરમ્યાન પણ તેઓ તૈયારી કરતા દેખાયા.
ADVERTISEMENT
ત્રીજી વન-ડેમાં દ્રવિડ એક ખાસ બુક વાંચતા દેખાયા
ત્રીજી વન-ડેમાં દ્રવિડ એક ખાસ બુક વાંચતા દેખાયા. બુકનુ નામ છે Hitting against the spin by Nathan Leamon & Ben Jones. એટલેકે ભારતીય બેટરોને સુધારવા માટે દ્રવિડે બુકનો સહારો લઇ લીધો છે. ખરેખર, છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત સ્પિનની સામે સંઘર્ષ કરી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા પણ ભારતની આ નબળાઈને સારી રીતે જાણે છે. એટલે તો ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા પોતાની સમગ્ર સ્પિન તાકાતની સાથે ભારત આવી રહ્યું છે.
કોહલીનો માથાનો દુ:ખાવો બન્યાં લાયન
ઓસ્ટ્રેલિયા ઑફ સ્પિનર ટૉડ મર્ફી, એશ્ટન એગર, મિચેલ સ્વીપસન અને નાથન લાયનની સાથે ભારત આવી રહ્યું છે. મર્ફી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનુ ડેબ્યુ કરી શકે છે. નાથન લાયન ભારતીય બેટરો માટે માથાનો દુ:ખાવો બન્યો છે. વિરાટ કોહલીએ નાથન લાયનની સામે 9 ટેસ્ટ ઈનિંગ રમી, જેમાં 93 રન બનાવ્યાં. તેઓ 4 વખત લાયનના શિકાર બન્યાં. તેમની સરેરાશ પણ 23.25ની રહી. 2021થી સ્પિનની સામે કોહલીના પ્રદર્શનને જોઈએ તો કોહલી 21 ઈનિંગમાં 12 વખત આઉટ થયા. તેમણે 384 રન બનાવ્યાં અને આ દરમ્યાન તેમની સરેરાશ 25.66ની રહી છે.
પંત અને ઐયર સ્પિનને હંફાવવામાં સફળ
ભારતીય ટીમમાં શ્રેયસ ઐયર અને રિષભ પંત માત્ર 2 એવા બેટર છે, જે સ્પિન સામે રમવામાં સફળ રહ્યાં. 2021થી એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં સ્પિન સામે પંતની એવરેજ 59 અને ઐયરની એવરેજ 68.66ની રહી છે. પંત ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝ નહીં રમી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / ચેમ્પિયન્સ ટ્રોફી પર આવી સૌથી મોટી અપડેટ, હવે આ દિવસે થશે ટીમ ઇન્ડિયાનું એલાન, મેળવો અપડેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.