બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / india vs australia live cricket score 3rd odi at bengaluru ind vs aus m chinnaswamy stadium

ક્રિકેટ / બેંગલુરુમાં ટીમ ઇન્ડિયાનો ધમાકો, ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ 2-1થી જીતી વનડે સીરિઝ

Mehul

Last Updated: 10:04 PM, 19 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બેંગાલુરુમાં રમવામાં આવેલી અંતિમ અને નિર્ણાયક વનડે મેચમાં 7 વિકેટથી હરાવી દીધી છે. તેની સાથે ભારતે ત્રણ મેચોની વનડે સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચોની વનડે સીરિઝની પહેલી મેચ ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી જીતી હતી.

બોલર્સના શાનદાર પ્રદર્શન બાદ મળેલા 287 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે રોહિત શર્મા (119), કેપ્ટન વિરાટ કોહલી (89) અને ત્યારબાદ શ્રેયસ અય્યર (અણનમ44)ની મહત્વપૂર્ણ બેટિંગથી માત્ર 47.3 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યને હાંસલ કરી લીધો. 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેણે સ્ટીવ સ્મિથ (131) રનોની મદદથી 286નો સ્કોર ઉભો કરી દીધો. સ્મિથને છોડીને બાકી કાંગારૂ બેટ્સમેન સારુ યોગદાન ન આપી શક્યા. ભારતીય સીમરોએ નિર્ણાયક મેચમાં અને જરૂરીયાતના સમયે શાનદાર પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને આશા કરતા પહેલા જ સીમિત કરી દીધા. એક સમયે ઓસ્ટ્રેલિયા ત્રણસોને પાર પહોંચતી દેખાઇ રહી હતી. પરંતુ અંતિમ 10 ઓવરોમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને મહેમાન ટીમને મોટો સ્કોર બનાવવા દીધો નહીં. 

 

કરોડો ભારતીયો સહિત દુનિયાભરના પ્રશંસકોની નજર આ મેચ પર હતી કેમકે આ મેચ નંબર વન અને નંબર બે ટીમો વચ્ચે હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ પહેલા પોતાની ટીમ ઇલેવનમાં એક બદલાવ કર્યો હતો. કેન રિચર્ડસનની જગ્યાએ હેજલવુડને સામેલ કરવામાં આવ્યો પરંતુ તેનો ફાયદો તેને ન મળ્યો. 

ત્યારબાદ બીજી વનડેમાં ભારતે મહેમાન ટીમને 36 રનોથી હરાવીને શાનદાર વાપસી કરી. બેંગાલુરુમાં સીરિઝના નિર્ણાયક વનડે મેચમાં પણ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સીરિઝ પોતાના નામે કરી લીધી. 

બેંગલુરુમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા અને ભારતને સીરિઝ જીતવા માટે 287 રનોનો ટારગેટ દીધો. જવાબમાં ટીમ ઇન્ડિયાએ 47.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી જીત મેળવી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News Sports News india vs australia ઓસ્ટ્રેલિયા રોહિત શર્મા Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ