બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / India-US military exercise will start from November 15 in Oli Uttarakhand

લશ્કરી કવાયત કે ચેતવણી! / ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની તૈયારી!, ઉત્તરાખંડના ઓલીમાં 15 નવેમ્બરથી શરૂ થશે ઇન્ડિયા-અમેરિકાનો યુદ્ધાભ્યાસ

Malay

Last Updated: 10:14 AM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ઔલીમાં ભારત અને અમેરિકા વચ્ચે જમીની સૈન્ય અભ્યાસ થશે. તે LACથી લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. આ દરમિયાન બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજ, સબમરીન, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે.

  • તણાવ વચ્ચે ભારત-યુએસ આર્મીનો સંયુક્ત યુદ્ધાભ્યાસ
  • આ સંયુક્ત સૈન્ય અભ્યાસ 2 ડિસેમ્બર સુધી ચાલશે
  • રાજસ્થાનમાં ઓસ્ટ્રા-હિન્દ અભ્યાસ

લદ્દાખમાં ઘૂસણખોરી અને વિસ્તરણવાદી યોજનાઓ અંગે ચીનને ચેતવણી આપવા માટે ભારતીય અને અમેરિકન સેના ઉત્તરાખંડના ઔલી અને બંગાળની ખાડીમાં સંયુક્ત યુદ્ધાભ્યાસ (Joint Exercise) કરવા જઈ રહી છે. ભારત અને અમેરિકા આ સંયુક્ત સૈન્ય અભ્યાસ 15 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કરશે.

ઘણા દેશોની સાથે મોટા પાયે કરાશે સૈન્ય અભ્યાસ
વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતે અમેરિકા સહિત ઘણા દેશોની સાથે મોટા પાયે સૈન્ય અભ્યાસ કરવાનું નક્કી કર્યું છે. ઉત્તરાખંડના ઔલીમાં ભારત અને અમેરિકા વચ્ચે જમીની સૈન્ય અભ્યાસ થશે. તે LACથી લગભગ 100 કિમીના અંતરે આવેલું છે. આ દરમિયાન બંગાળની ખાડીમાં યુદ્ધ જહાજ, સબમરીન, ફાઈટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવશે. બુધવારે જ ભારતે બંગાળની ખાડીમાં સિંગાપોરની સાથે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો.

8થી 18 નવેમ્બર સુધી માલાબાર અભ્યાસ
આ દરમિયાન 8થી 18 નવેમ્બર સુધી માલાબાર યુદ્ધાભ્યાસ પણ થશે. તેમાં ક્વોડ દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ સામેલ થશે. ખરેખર ભારતે ક્વોડ દેશોની સાથે અનેક સૈન્ય અભ્યાસની યોજના બનાવી છે. તેમાં માલાબાર અભ્યાસ ઉપરાંત ચીનની પાસે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક અમેરિકાની સાથે ઉંચાઈ પર સંયુક્ત યુદ્ધાભ્યાસ પણ સામેલ છે. 

રાજસ્થાનમાં ઓસ્ટ્રા-હિન્દ અભ્યાસ
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા અને ભારતની સેનાઓ પણ પ્રથમ વખત 28 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રાજસ્થાનમાં મહાજન ફીલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે 'ઓસ્ટ્રા-હિન્દ' અભ્યાસ કરશે. આપને જણાવી દઈએ કે, ચીન સમગ્ર ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિસ્તરણવાદી ગતિવિધિઓમાં સામેલ છે. તાઈવાનને લઈને પણ તેના ઈરાદા તાજેતરમાં સામે આવ્યા હતા. જે બાદ અમેરિકાએ તેને ઘેરી લીધું હતું. ભારતના લદ્દાખ તો ભૂટાનના ડોકલામમાં તેણે(ચીને) ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દાયકાઓ પછી લદ્દાખમાં બંને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય મુકાબલો થયો હતો, ત્યારબાદ સૈન્ય વાટાઘાટો શરૂ થઈ અને ધીમે ધીમે સેનાની વાપસી શરૂ થઈ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ