બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / India to release 5 millon barrels of crude oil from strategic reserves

મોંઘવારીમાં રાહત / પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલા રુપિયાનો ઘટાડો નક્કી, રિઝર્વ ક્રૂડ રિલિઝનો મોદી સરકારનો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 08:52 PM, 23 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તેના સ્ટ્રેટેજિક ઈમરજન્સી ઓઈલ રિઝર્વમાંથી 50 લાખ બેરેલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રુપિયાનો ઘટાડો આવી શકે છે.

  • પેટ્રોલ-ડીઝલના ભાવ નીચા લાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • 50 લાખ બેરેલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરશે સરકાર
  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં 3 રુપિયાનો ઘટાડો આવી શકે છે 
  • ભારત પાસે 3.8 કરોડ ક્રૂડ ઓઈલનો સ્ટોક
  • સ્ટોકમાંથી 50 લાખ બેરલ MRPL અને HCPLને અપાશે

50 લાખ બેરેલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય 
પેટ્રોલિયમ મંત્રાલયે એક મોટી બેઠકમાં 50 લાખ બેરેલ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે ચર્ચા કર્યા બાદ ક્રૂડ ઓઈલ રિલિઝ કરવામાં આવશે. આ તમામ દેશો એકસાથે તેના રિઝર્વમાંથી ક્રુડ ઓઈલ રિલિઝ કરી શકે છે. આને કારણે માર્કેટમાં ક્રૂડ ઓઈલની ઉપલબ્ધતા વધી જશે અને ભાવ નીચા આવશે. 

50 મિલિયન બેરલના રિલિઝ થયા બાદ શું થશે
કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે માર્કેટમાં  50 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ આવશે અને તેના દ્વારા સરકારી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે જે 3 રુપિયા સુધી હોઈ શકે છે. કેન્દ્ર સરકારે તેના 3.8 કરોડ રિઝર્વ ક્રૂડમાંથી 50 લાખ બેરલ ક્રૂડ MRPL અને HCPL રિફાઈનરીઓને આપશે. આ બન્ને રિફાઈનરીઓ ક્રુડ ઓઈલનું પ્રોસેસિંગ કરીને પેટ્રોલ પંપોને આપશે અને આ રીતે ભાવમાં ઘટાડો આવશે. 

લોકોને પેટ્રોલ ડીઝલ અને LPGના ઘટાડાના રુપમાં લાભ મળી શકે
માર્કેટમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય વધારવા માટે ઓઈલ રિઝર્વને રિલિઝ કરવામાં આવી રહ્યો છે. ભારતની સહિત બાકીના દેશોની ઈચ્છા ક્રૂડની કિંમતોને 70 ડોલર પ્રતિ બેરલે લાવવાની છે. જો ક્રુડના ભાવમાં 70 ડોલર સુધી નીચે આવી જાયા તો ભારતના લોકોને પેટ્રોલ ડીઝલ અને LPGના ઘટાડાના રુપમાં લાભ મળી શકે છે.

ભારતના નિર્ણય બાદ અમેરિકાએ પણ કરી જાહેરાત 
ભારતે તેના વ્યૂહાત્મક તેલ ભંડાર (વ્યૂહાત્મક તેલ ભંડાર)માંથી 5મિલિયન બેરલ તેલ કાઢવાના અહેવાલો બાદ અમેરિકાએ હવે આવી જ જાહેરાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અમેરિકાએ તેના વ્યૂહાત્મક તેલભંડારમાંથી 50 મિલિયન બેરલ તેલ કાઢવાનો નિર્ણય લીધો છે. આ ચીન, જાપાન, ભારત અને દક્ષિણ કોરિયા સાથે સંકલન માં કરવામાં આવશે. અમેરિકાએ તેલના ભાવ ઘટાડવા માટે આ નિર્ણય લીધો છે.  ગલ્ફ દેશો તેમજ ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશો (ઓપેક)એ તેનું ઉત્પાદન મર્યાદિત કર્યું છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ સતત વધી રહ્યા છે. ભારત જેવા મોટા ક્રૂડ ઓઇલ કન્ઝ્યુમર દેશોની વારંવારની વિનંતી બાદ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો નથી. અમેરિકાએ કહ્યું કે, ભારત તેના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ)માંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ છોડવા માટે પણ સંમત થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ