બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / India reports 21,411 fresh cases, 20,726 recoveries and 67 deaths in the last 24 hours.

ચિંતાજનક ! / ફરી ડરાવી રહ્યા છે કોરોનાના આંકડા: દૈનિક કેસ ફરી 21 હજારને પાર, એક્ટિવ કેસનો ગ્રાફ જોઈ તંત્રમાં દોડધામ

ParthB

Last Updated: 12:16 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના કેસો પુનઃ વધતાં સૌ કોઈની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાક કોરોનાના 21,411 નવા કેસો સામે આવ્યા છે.જ્યારે 67 લોકોના મોત નીપજ્યાં છે

  • દેશમાં ખુબ ઝડપથી વધી રહ્યાં છે કોરોના કેસો
  • છેલ્લા 24 કલાકમાં નવા 21,411 નવા કેસ નોધાયા
  • દેશમાં એક્ટિવ કેસની સંખ્યા દોઢ લાખની પાર 

દેશમાં કોરોના કેસો ખુબ ઝડપથી વધી રહ્યાં છે 

દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોનો ગ્રાફ દોઢ લાખની પાર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર દેશમાં કોરોના કુલ 21,411 નવા કેસો સામે આવે છે. આ દરમિયાન 67 લોકોનું મોત નીપજ્યુ છે.જ્યારે બીજી તરફ 20,726 લોકો કોરોનાને સ્વસ્થય થઈ ગયા છે.  સ્વાસ્થય મંત્રાલયના આંકડા અનુસાર હાલ  દૈનિક સંક્રમણમાં દર 4.46 ટકા થઈ ગયો છે.તમને જણાવી દઈએ કે, ગત શુક્રવારે સમગ્ર દેશમાં કુલ 21,880 નવા કેસ સામે આવ્યા હતાં જ્યારે  60 લોકોના મોત નીપજ્યાં હતાં .   

રાજધાની દિલ્હીમાં કોરોનાનું અપડેટ

રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 712 નવા કેસો સામે આવ્યા છે. અને એક દર્દીનું મોત નીપજ્યુ છે. રાજ્ય સરકારના સ્વાસ્થય વિભાગના જણાવ્યા અનુસાર સંક્રમણનો દર 4.47 ટકા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધી 19,47,025 કેસો સામે આવી ચુક્યાં છે. જ્યારે કોવીડ-19ના કારણે 26,298 લોકોનું મોત નીપજ્યાં છે.
 
મહારાષ્ટ્રમાં સામે આવ્યા 2,515 નવા કેસ

બીજી બાજુ મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના 2515 નવા કેસો સામે આવ્યા છે. જે બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 80,29,910 થઈ ગઈ છે.જ્યારે 6 દર્દીઓનું મોત થતાં મૃતાંક 1,48,051 પર પહોંચ્યો છે. સ્વાસ્થય મંત્રાલના જણાવ્યા અનુસાર ગુરુવારની તુલનામાં શુક્રવારે વધુ કેસો સામે આવ્યા છે. ગુરુવારે 2,289 લોકોને સંક્રમિત થયા હતાં.
 
 

કોરોનાથી સ્વસ્થય થયા બાદ પણ રહેછે તેનો પ્રભાવ

સ્વાસ્થય રાજ્ય મંત્રી ભારતી પવારે લોકસભામાં કહ્યું કે, WHOના અનુસાર કોરોના વાયરસથી સંક્રમિત થયેલા મોટા ભાગના દર્દીઓ સ્વસ્થય તો થઈ જાય છે પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર લગભગ 10 થી 20 ટકા લોકો પ્રારંભિક બિમારીથી સ્વસ્થય થયા બાદ પણ કોવીડ-19ના પ્રભાવનો અનુભવાય છે. કોવીડ-19ના લક્ષણોમાં થાક,શ્વાસ લેવામાં તકલીફ, ઉંઘની સમસ્યા, સતત ખાંસી, છાતીમાં દુઃખાવો, તણાવ, બેચેની અને તાવ લક્ષણો સામેલ છે.

આવી રીતે વધ્યો કોરોનાનો ગ્રાફ 

ઉલ્લેખનીયછે કે, દેશમાં 7મી ઓગસ્ટ 2020એ સંક્રમિતોની સંખ્યા 20 લાખ,23મી ઓગ્સટ 2020માં 30 લાખ અને પાંચ સપ્ટેમ્બરે 2020એ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણના કુલ કેસોમાં 16 સપ્ટેમ્બર 2020એ 50 લાખ, 28મી સપ્ટેમ્બર 2020એ 60 લાખ 11 ઓક્ટોમ્બર 2020એ 70 લાખ, 29મી ઓક્ટોમ્બર 2020 આ કેસો 1 કરોડથી વધુ થઈ ગયા હતાં. ગત વર્ષે 4 મેએ સંક્રમિતોની સંખ્યામાં બે કરોડ અને 23 જૂન 2021એ 3 કરોડની પાર પહોંચ્યો હતો. અને આ વર્ષે 25મી જાન્યુઆરીમાં 4 કરોડની પાર થઈ ચુક્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ