બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / India record at the Oval is embarrassing, winning only twice in 87 years In the WTC final clash with Australia

ક્રિકેટ / ઓવલમાં ભારતનો રેકોર્ડ શરમજનક, 87 વર્ષમાં માત્ર બે વખત મળી જીત; WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલીયા સાથે ટક્કર

Megha

Last Updated: 01:23 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

  • WTCની ફાઈનલ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે
  • ટીમ ઈન્ડિયા 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારી હતી 
  • અજીત વાડેકર અને કોહલીની કેપ્ટનશીપમાં મળી હતી જીત 

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ WTCની ફાઈનલ મેચ 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાછળ બીજા સ્થાને છે. જો કે ઓવલ મેદાન પર બંને ટીમોનો જીતનો રેકોર્ડ બહુ સારો રહ્યો નથી.

અજીત વાડેકર અને કોહલીની કેપ્ટનશીપમાં મળી હતી જીત 
જણાવી દઈએ કે છેલ્લા 87 વર્ષમાં ઓવલ ખાતે માત્ર બે ટેસ્ટ મેચ જીતી શક્યું છે. ભારતીય ટીમે તેની પહેલી ટેસ્ટ મેચ વર્ષ 1936માં ઓવલ મેદાન પર રમી હતી અને ટીમ આ મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ઓવલ મેદાન પર 14 ટેસ્ટ મેચ રમીને બેમાં જીત મેળવી છે જ્યારે પાંચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તેણે સાત ટેસ્ટ ડ્રો રમી છે. ભારતને 1971માં ઓવલ મેદાન પર પ્રથમ જીત મળી હતી. ત્યારબાદ કેપ્ટન અજીત વાડેકરની ટીમે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. જે બાદ કોહલીની કેપ્ટનશિપમાં ટીમને 2021માં જીત મળી હતી. 

ઓસ્ટ્રેલિયાને પહેલી જીત 1882માં મળી હતી.
પેટ કમિન્સની ટીમ ઓસ્ટ્રેલિયા છેલ્લા 51 વર્ષમાં ઓવલ ક્રિકેટ મેદાન પર માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતી શકી છે. 1972, 2001 અને 2015માં જીતી હતી. ઓવલ ખાતે 38 ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયાએ માત્ર સાત મેચ જીતી છે. 

ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ.

રિઝર્વ ખેલાડીઓઃ યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ