બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / india may face longer heat waves and heavy flooding says study ahead of 16th g20 summit

કલાઈમેટ ચેન્જ / 15-20 વર્ષમાં જ ભારતમાં તબાહીનો ખતરો, ગરમી, પૂર, લૂ... 40 વૈજ્ઞાનિકોનો રિપોર્ટ જાણી હેબતાઈ જશો

ParthB

Last Updated: 01:56 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ક્લાઈમેટ ચેન્જ પર નવો રિપોર્ટ દર્શાવે છે કે ક્લાઈમેટ ચેન્જ પહેલેથી જ G20 દેશોને અસર કરી રહ્યું છે. આ દેશોમાં,છેલ્લા 20 વર્ષમાં ગરમીથી થતા મૃત્યુમાં 15%નો વધારો થયો છે

  • જો ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન વધ્યું તો ભારતમાં વિનાશનો ભય છે
  •  4 ડિગ્રીથી વધુ તાપમાન વધે છે, તો ઉનાળો લાંબો ચાલશે 
  • CMCCના 40 થી વધુ વૈજ્ઞાનિકોએ આબોહવા પર એક અહેવાલ બનાવ્યો
  • ભારતમાં પાણીની અછત હશે, દુષ્કાળ અને આગ લાગશે

જો તાપમાનમાં 4  ડિગ્રીનો વધારો થાયો તો ઉનાળો  25 ટકા લાંબો ચાલશે .

ભારતમાં આબોહવા પરિવર્તન વિશે 40 થી વધુ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ કરેલી આગાહીઓ ડરામણી છે. CMCC એટલે કે યુરો-મેડિટેરેનિયન સેન્ટર ઓન ક્લાઈમેટ ચેન્જના અહેવાલ મુજબ, જો ઉત્સર્જન દર ઊંચો હોય (તાપમાનમાં 4 °C નો વધારો થાય), તો 2036-2065 સુધીમાં ગરમીની સ્થિતિ 25 ગણી લાંબી ચાલશે. G20 દેશોની 16મી સમિટ પહેલા જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વૈશ્વિક તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે તો હીટવેવનો સમય પાંચ ગણો વધી જશે. જો ઉત્સર્જન ખૂબ ઓછું હોય અને તાપમાનમાં 1.5 ડિગ્રીથી વધુ વધારો ન થાય, તો ગરમીના મોજાનો સમયગાળો માત્ર દોઢ ગણો વધશે. CMCC એ સંશોધન કેન્દ્ર છે જેનો ઉપયોગ આંતર-સરકારી પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC) ઈટાલિયન ફોકલ પોઈન્ટ તરીકે કરે છે.

ગરમી વધવાથી પાકના ઉત્પાદન પર અસર થશે

રિપોર્ટ અનુસાર, જ્યારે વાતાવરણ ગરમ થશે ત્યારે ભારતમાં શેરડી, ચોખા, ઘઉં અને બાજરીનો પાક ઓછો થવા લાગશે. નિષ્ણાતોએ આ સ્થિતિને એવી સ્થિતિમાં વર્ણવી છે જેમાં પાણી અને પોષક તત્વોનો પૂરતો પુરવઠો હશે. આ સિવાય પૂર કે તોફાનની અસરોનો પણ અંદાજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં આવી સ્થિતિ ઊભી પણ નહીં થાય. ઉદાહરણ તરીકે, 2050 સુધીમાં ખેતી માટે પાણીની માંગ લગભગ 29% વધી શકે છે, જેનો અર્થ છે કે નુકસાન ઘણું વધારે હોઈ શકે છે.

ભારે આર્થિક નુકસાનની આશંકા

30 વર્ષની અંદર, વધતું તાપમાન અને ગંભીર હીટવેવ્સ ગંભીર દુષ્કાળની સ્થિતિ તરફ દોરી શકે છે. આનાથી ખેતી માટે જરૂરી પાણીનો પુરવઠો જોખમાશે, માનવ જીવનનું નુકસાન થશે અને જીવલેણ આગ લાગવાનું જોખમ વધશે. ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ભારતના ઘટાડાથી 2050 સુધીમાં 81 અબજ પાઉન્ડનું આર્થિક નુકસાન અને ખેડૂતોની આવકમાં 15%નું નુકસાન થઈ શકે છે.

ભારતના 18 કરોડ લોકો જોખમમાં છે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો વૈશ્વિક સ્તરે તાપમાનનો પારો 4 ડિગ્રી વધશે તો 2036-2065 સુધીમાં કૃષિ દુષ્કાળમાં 48%નો વધારો થશે. 2 ડિગ્રી સેલ્સિયસના વધારાથી દુષ્કાળ જેવી સ્થિતિની શક્યતા 20% ઘટી જશે. આબોહવા પરિવર્તનની માછીમારી પર પણ અસર થવાની ધારણા છે. જો ઉત્સર્જન ઓછું રહે તો પણ 2050 સુધીમાં માછીમારીમાં 8.8%નું નુકસાન થઈ શકે છે.જો ઉત્સર્જન વધુ રહે તો માછીમારીમાં 17.1% ઘટાડો થવાની ધારણા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝેરી વાયુઓના ઉચ્ચ ઉત્સર્જનને કારણે ભારતમાં પૂરનું જોખમ 1.3 મિલિયનથી વધીને 18 મિલિયન લોકો સુધી પહોંચી જશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ