બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / India is about to help afghanistan with 20000 metric tonnes of wheat

સહાય / ગંભીર ભૂખમરાની કગાર પર ઉભેલા અફઘાનિસ્તાનની વ્હારે આવ્યું ભારત, મોકલશે 20 હજાર મેટ્રિક ટન ઘઉં

Vaidehi

Last Updated: 07:44 AM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાન પર ચર્ચા કરવા હોસ્ટ ભારત સહિત બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિઝ ગણરાજ્ય, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનનાં વિશેષ રાજનયિકો અને અધિકારીઓ જોડાયા હતાં.

  • અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરવા થઈ બેઠક
  • હોસ્ટ ભારત સિવાય 5 દેશો જોડાયા ચર્ચામાં
  • ભારતે 20000 મેટ્રિક ટન ઘઉં આપવાનું કર્યું એલાન

અફગાનિસ્તાન પર દિલ્હીમાં ભારત- મધ્ય એશિયા સંયુક્ત કાર્યવાહી સમૂહની પ્રથમ બેઠકમાં ભારતે ચાબહાર બંદરગાહની મદદથી અફઘાનિસ્તાનને 20000 મેટ્રિક ટન ઘઉં મોકલવાનું એલાન કર્યું છે. મંગળવારે થયેલી આ બેઠકમાં યુદ્ધથી તબાહ અફગાનિસ્તાનની હાલત પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. એટલું જ નહિં ભારતે એલાન કર્યું છે કે તે ભારતને 20000 મેટ્રિક ટન ઘઉંની સહાય આપશે પરંતુ આ માટે તે પાકિસ્તાનનાં રૂટનો ઉપયોગ નહીં કરે. ભારત હવે ચાબહાર બંદરગાહની મદદથી UNWFPની સાથે સહયોગ કરીને અફઘાનિસ્તાનને મદદ કરશે.

પાકિસ્તાનનાં રસ્તે નહીં જાય મદદ
ભારતે બેઠકાં ઘોષણા કરી કે તે ઈરાનનાં ચાહબાર પોર્ટની મદદથી અફઘાનિસ્તાનને મદદરૂપ થશે. આ પહેલાં ભારતે પાકિસ્તાનનાં માધ્યમથી રોડથી આશરે 40000 મેટ્રિક ટન ઘઉંની સહાય પહોંચાડી હતી. પરંતુ તે સમયે અનેક અડચણોનો સામનો ભારતે કરવો પડ્યો હતો તેથી આ વખતે પાકિસ્તાનનાં રોડવેઝનો ઉપયોગ થશે નહીં  

ભારતે 2021માં 50000 મેટ્રિક ટન ઘઉંની કરી હતી સહાય
હોસ્ટ ભારત સિવાય આ બેઠકમાં કઝાકિસ્તાન, કિર્ગિઝ ગણરાજ્ય, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનનાં વિશેષ રાજનયિકો અને વરિષ્ઠ અધિકારીઓ જોડાય હતાં. માદક પદાર્થો અને અપરાધ પર સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલય અને સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્યાન્ન કાર્યક્રમનાં સદસ્ય દેશોનાં પ્રતિનિધિયોએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારતે ચાબહાર બંદરગાહની મદદથી UNWFPની સાથે સહયોગથી અફઘાનિસ્તાનને 20000 ટન ઘઉંની આપૂર્તિ કરવાનું એલાન કર્યું છે. ઑગસ્ટ 2021માં તાલિબાનનાં કાબુલમાં સત્તા પર કબ્જો થયાનાં મહિનાઓ બાદ ભારતે ખાદ્યાન્ન સંકટથી પીડાઈ રહ્યાં અફઘાની લોકોની સહાયતા માટે 50000 મેટ્રિક ટન ઘઉં આપવાનું એલાન કર્યું હતું.

 

 

ભારત અને પાંચ મધ્ય એશિયાઈ દેશઓએ કરી બેઠક
ભારત અને પાંચ મધ્ય એશિયાઈ દેશઓએ મંગળવારે કહ્યું કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈપણ રીતે આતંકવાદી ગતિવિધિયોને લઈને ન થવો જોઈએ. આ દેશોએ કાબુલમાં રાજનૈતિક માળખાનાં ગઠન પર ભાર આપ્યો હતો જે મહિલા સહિત તમામ અફઘાનોનાં અધિકારોનું સમ્માન કરે. એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે બેઠકમાં ખરેખર સમાવિષ્ટ અને પ્રતિનિધિ રાજનૈતિક માળખું બનાવવા અંગે ભાર આપવામાં આવ્યો છે. જે તમામ અફઘાનોનાં અધિકારોનું સમ્માન કરે અને શિક્ષા સુધીની પહોંચ સહિત મહિલાઓ, છોકરીઓ અને અલ્પસંખ્યક સમૂહોનાં સદસ્યોનાં સમાન અધિકારોને સુનિશ્ચિત કરે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ