બ્રેકિંગ ન્યુઝ
VTV / india china face off bsnl mtnl cancel 4g tenders
Kavan
Last Updated: 05:37 PM, 1 July 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, નવા ટેન્ડરમાં હવે મેક ઇન ઇન્ડિયા અને ભારતીય ટેકનોલોજીના પ્રોત્સાહન આપવામાં આવશે. BSNL અને MTNL પર સૌથી વધુ ચાઇનીઝ પ્રોડક્ટ ખરીદવાના આરોપ લાગ્યા હતા. ત્યારે સરકારે આદેશ જાહેર કરીને સરકારી કંપનીઓ ચીની કંપનીઓ પાસેથી સામાન ખરીદવાનો આગ્રહ ન રાખે.
ટેલિકોમ મંત્રાલયે જાહેર કર્યા નિર્દેશ
ADVERTISEMENT
ટેલિકોમ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું હતું કે, 4 જી સુવિધાના અપગ્રેડમાં ચીની કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઇએ. આખું ટેન્ડર તમામ ખાનગી સર્વિસ ઓપરેટર્સને ચીની સાધનો પરની પરાધીનતા ઝડપથી ઘટાડવાની સૂચના આપવામાં આવશે.
ભારતમાં ચાલતા રોડ અને બ્રિજના કામમાં પણ ચીની કંપનીઓ પર મુક્યો બેન
ભારત અને ચીન વચ્ચે દિવસેને દિવસે તણાવ વધી રહ્યો છે..તેના કારણે ભારત ચીનને આર્થિક રીતે ભારે નુકસાન કરી રહી છે..બે દિવસમાં ભારતે ચીનની 59 એપને બંધ કરી હતી. ત્યારે વધુ એક નિર્ણય ભારત સરકાર લેવા જઈ રહી છે. ભારતમાં ચાલતા રોડ રસ્તા અને બ્રિજનું કામ કરતી ચાઈનિઝ કંપનીઓને બેન કરવા જઈ રહી છે. ભારત હવે હાઈવે કોન્ટ્રક્ટમાં ચીની કંપનીઓની એન્ટ્રી બંધ કરી છે.
ગડકરીએ કહ્યુ કે, જો કોઈ ચાઈનીઝ કંપની જોઈન્ટ વેંચરનો રસ્તો અપનાવી હાઈ-વે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રીનો પ્રયાસ કરશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સરકાર એ વાત પણ સુનિશ્ચિત કરશે કે, MSME સેક્ટરમાં ચાઈનીઝ ઈન્વેસ્ટમેંટનો પણ મંજૂરી ન આપવામાં આવે. ગલવાન ખીણ હિંસાની ઘટના બાદ #BoycottChina અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌથી પહેલા જ ઈન્ડિયન રેલવેએ નિર્ણય લીધો હતો. ભારતીય રેલવેએ ચીનની કંપનીનો 471 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ રદ્દ કરી નાખ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.