બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / India can't win from here Ricky Ponting's big statement during WTC final; Will Australia be the winner
Megha
Last Updated: 12:39 PM, 9 June 2023
ADVERTISEMENT
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ મેચનો પહેલો દિવસ ભારતીય ટીમ માટે અપેક્ષા મુજબનો રહ્યો ન હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે ટ્રેવિસ હેડની શાનદાર સદી અને સ્ટીવ સ્મિથ સાથેની 251 રનની ભાગીદારીની મદદથી માત્ર ત્રણ વિકેટ ગુમાવીને 327 રન બનાવ્યા હતા, પરંતુ બીજા દિવસે ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરી હતી .
ઓવલમાં રમાઈ રહેલી ફાઈનલ મેચના બીજા દિવસની શરૂઆત સ્મિથની સદીથી થઈ હતી પરંતુ મોહમ્મદ સિરાજે ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. હેડના આઉટ થયા બાદ નવો બેટ્સમેન કેમરન ગ્રીન માત્ર સાત બોલ રમીને મોહમ્મદ શમીના બોલનો શિકાર બન્યો હતો.
ADVERTISEMENT
સ્મિથે લાંબા સમય સુધી ભારતીય બોલરોને પરેશાન કર્યા પરંતુ 99મી ઓવરમાં શાર્દુલ ઠાકુર ઓસ્ટ્રેલિયાના આ સ્ટારને પેવેલિયન મોકલવામાં સફળ રહ્યો. સ્મિથના આઉટ થયા બાદ મિચેલ સ્ટાર્ક સબ-ફિલ્ડર અક્ષર પટેલના શાનદાર થ્રો પર રનઆઉટ થયો હતો અને ટીમ ઈન્ડિયાએ લંચ પહેલા સેશનમાં કુલ ચાર વિકેટ ઝડપી હતી.
લંચ બ્રેક દરમિયાન મેચની ચર્ચા કરતા જેમ્સ બ્રેશોએ કહ્યું કે 'ભારતે આ ટેસ્ટમાં કોઈક રીતે પુનરાગમન કર્યું છે.' જોકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ આ વાત સાથે બિલકુલ સહમત નથી
James Brayshaw, 'India have somehow made a comeback in this Test'.
— Vijay A (@VAAChandran) June 8, 2023
Ricky Ponting, 'No, India are not back. There's a lot of dryness outside of the grass areas. This has a bit of uneven bounce. Still, a bit of seam movement. India can't win from here'.#WTCFinal2023 pic.twitter.com/jX5jYQ1e6m
પોન્ટિંગના મતે ટીમ ઈન્ડિયા તેની વર્તમાન સ્થિતિમાંથી મેચ જીતી શકે તેમ નથી. તેણે કહ્યું, “ના ભારતે આ મેચમાં રીએન્ટ્રી નથી કરી. મને લાગે છે ત્યાં સુધી ભારત અહીંથી જીતી શકશે નહીં.
દિવસના બીજા સત્રમાં, ભારતીય બોલરોએ એલેક્સ કેરી, નાથન લિયોન અને ત્યારબાદ કેપ્ટન પેટ કમિન્સને સસ્તામાં આઉટ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને 469 રનમાં આઉટ કરી દીધી હતી. મેચના બીજા દિવસે કાંગારૂ ટીમે મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. રમતના અંતે ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 5 વિકેટે 151 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે 29 અને વિકેટકીપર કેએસ ભરત 5 રન બનાવીને રમી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT