બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / India beat Sri Lanka by 34 runs in first Women's T20 International in Dambulla.

ક્રિકેટ / દીકરીઓએ વધારી દેશની શાન ! પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતની વિજયી શરુઆત, શ્રીલંકાનો 34 રનથી પરાજય

Hiralal

Last Updated: 06:39 PM, 23 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને 34 રનથી પરાજય આપ્યો છે.

  • પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતની જીત
  • શ્રીલંકાને 34 રનથી આપ્યો પરાજય
  • દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો
  •  શ્રીલંકાના દામ્બુલમાં રમાઈ પહેલી ટી-20 મેચ 
  • પહેલા બેટિંગ કરીને ભારતે બનાવ્યાં 138 રન
  • જવાબમાં શ્રીલંકાની ટીમ 104 રન કરી શકી 

શ્રીલંકાના દામ્બુલામાં રમાયેલી પહેલી મહિલા ટી-20 મેચમાં ભારતની વિજય સાથે શરુઆત છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને 20 ઓવરમાં ભારતીય ટીમે 138 રન બનાવ્યાં હતા. 

પ્રથમ બેટિંગ કરીને ભારતે બનાવ્યાં 138 રન 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે રોડ્રિગ્સ (27 રનમાં 36* રન) અને શર્મા (8 બોલમાં 17*)ની મદદથી કુલ 138/6નો સ્કોર ખડક્યો હતો અને ત્યાર બાદ યજમાન ટીમને તેમની 20 ઓવરમાં 104/5 સુધી સીમિત કરી રાખી હતી. ચોથી ઓવરમાં ઓપનર સ્મૃતિ મંધાના (6 બોલમાં 1 રન) અને નંબર 3 પર આવેલા સબભિની મેઘના શૂન્ય રને આઉટ થતાં ભારતે બેટથી શ્રેષ્ઠ શરૂઆત કરી ન હતી. શફાલી વર્મા (31 રનમાં 31 રન) અને સુકાની હરમનપ્રીત કૌર (20 રનમાં 22 રન)એ ત્યાર બાદ ત્રીજી વિકેટ માટે 39 રનની ભાગીદારી કરી હતી પરંતુ જેવી રીતે મુલાકાતીઓ તેમની ઈનિંગમાં થોડી લય મેળવવા લાગ્યા હતા, ત્યારે જ બંને બેટ્સમેન પાંચ બોલના ગાળામાં આઉટ થઈ ગયા હતા. નંબર 4 પર કવિષા દિલહારીએ 49 બોલમાં અણનમ 47 રન બનાવ્યા હતા પરંતુ તેને ખાસ સપોર્ટ મળ્યો ન હતો. વર્મા અને પૂજા વસ્ત્રાકરની જોડીએ અન્ય વિકેટ ઝડપી હતી, કારણ કે ભારત આ શ્રેણીમાં પોતાનું નાક આગળ ધપાવવામાં સફળ રહ્યું હતુ.

દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો
પહેલી ટી-20માં દીપ્તિ શર્મા અને જેમિમાહ રોડ્રિગ્સે તરખાટ મચાવ્યો હતો. દીપ્તિએ 8 બોલમાં 17 અને જેમિમાહે 27 રનમાં 36 રન કર્યાં હતા. તેમની બન્નેની શાનદાર રમતને કારણે જ ટીમ ઈન્ડીયાને વિજય મળ્યો હતો. 

જેમિમાહ બની પ્લેયર ઓફ ધ મેચ
રોડ્રિગ્સને તેની નિર્ણાયક ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

શ્રીલંકાની ટીમ 104 રન બનાવી શકી 

139 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ શરૂઆતથી જ દબાણમાં જણાતી હતી. પ્રથમ સાત ઓવરની અંદર જ તેણે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમય દરમિયાન વી.ગુણરત્ને (1), કેપ્ટન ચમારી અતાપટ્ટુ (16) અને હર્ષિતા માધવી (10 રન)ની વિકેટ ગુમાવી હતી. આ પછી શ્રીલંકાની ઈનિંગ ફરી ટ્રેક પર આવી નહતી અને તેના માટે ટાર્ગેટ સુધી પહોંચવું અશક્ય બની ગયું હતુ. માત્ર કવીશા દિલ્હારી જ સંઘર્ષ કરી શકી હતી, તેણે અણનમ 47 રન ફટકાર્યા હતા. ભારત માટે રાધા યાદવે સૌથી વધુ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ પૂજા વસ્ત્રાકર, શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ ઝડપી હતી.

સિરિઝમાં ભારત 1-0થી આગળ
પહેલી મેચમાં જીતની સાથે ભારત ટી-20 સિરિઝમાં 1-0થી આગળ થયું છે. 

વર્લ્ડ કપ બાદ આ પહેલી મોટી મેચમાં મહિલા ટીમની જીત 
ભારતીય મહિલા ટીમની મહિલા વન ડે વર્લ્ડ કપ 2022માં નિરાશાજનક દેખાવ બાદ આ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ સાથે જ દિગ્ગજ ખેલાડી મિતાલી રાજની નિવૃત્તિ બાદ ભારતીય ટીમની આ પહેલી મોટી જીત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ