બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / India alert on Russia-Ukraine crisis, major decision taken at PM Modi's high level meeting

જંગ / રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ, PM મોદીની હાઈ લેવલ મીટિંગમાં લેવાયો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 08:05 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન કટોકટી મામલે પીએમ એક્શનમાં આવ્યાં છે. PM મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે આજે વાત કરશે.

  • રશિયા-યુક્રેન કટોકટી મામલે PM  એક્શનમાં
  • હાઈલ લેવલ મીટિંગ કરીને ચર્ચા કરી
  • મોદી પુતિનને ફોન કરશે

રશિયા-યુક્રેન કટોકટી મામલે ભારત સરકાર એલર્ટ થઈ છે. આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચેના વોર સંબંધિત ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદી આજે રાત રશિયન પ્રેસિડન્ટ પુતિન સાથે ફોન પર વાત પણ કરવાના છે તેવું જણાવાઈ રહ્યું છે. 
બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રી કાર્યાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સહિત કેટલાક મંત્રીઓ હાજર રહ્યાં હતા. 

પીએમ મોદી પુતિન સાથે ફોન પર વાત કરશે
સૂત્રોના જણાવ્યાનુસાર પીએમ મોદી આજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરશે અને ત્યાંની સ્થિતિના હાલચાલ જાણશે. પીએમ મોદી ભારતીયોની સુરક્ષાને લઈને પણ વાત કરશે તેવું પણ સૂત્રોએ જણાવ્યું હતું. 

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ચિંતાનો વિષય
રશિયાના હુમલાથી દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે. કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે પીએમ મોદી પોતાના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય લોકો હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની જલ્દી વાપસી અને સુરક્ષા માટે બેઠક થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ