બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / India accounts for 60 per cent of all vaccines used in the world: Union Finance Minister

નિવેદન / રસીકરણમાં ભારતનું અમૂલ્ય યોગદાન, દુનિયાભરમાં 60 ટકા વેક્સિન્સ એકલા હાથે પૂરી પાડે છે: નિર્મલા સિતારમણ

Priyakant

Last Updated: 02:16 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત આજે દરેક નાગરિકને ડબલ ડોઝ આપી રહ્યું છે અને લોકડાઉન દરમ્યાન પણ દેશે કોવિડ-19 રસીઓનું ઉત્પાદન કર્યું છે: નિર્મલા સીતારમણ

  • ઇન્ડિયાઝ વેક્સિન ગ્રોથ સ્ટોરી પુસ્તકના વિમોચન પ્રસંગે નિર્મલા સીતારમણનું મોટું નિવેદન 
  • વિશ્વમાં ઉપયોગમાં લેવાતી તમામ રસીઓમાં 60 ટકા હિસ્સો ભારતનો: કેન્દ્રીય નાણામંત્રી
  • દાયકાઓથી ભારતે વિશ્વના રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું: સીતારમણ

કેન્દ્રીય નાણામંત્રી 'ઇન્ડિયાઝ વેક્સિન ગ્રોથ સ્ટોરી'નું વિમોચન કરતી વખતે એક મોટું નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, વિશ્વમાં ઉપયોગમાં લેવાતી તમામ રસીઓમાં 60 ટકા હિસ્સો ભારતનો છે. તેમણે કહ્યું કે, દાયકાઓથી ભારતે વિશ્વના રસીકરણ અભિયાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારત આજે દરેક નાગરિકને ડબલ ડોઝ આપી રહ્યું છે અને લોકડાઉન દરમ્યાન પણ દેશે કોવિડ-19 રસીઓનું ઉત્પાદન કર્યું છે.

ઇન્ડિયાઝ વેક્સિન ગ્રોથ સ્ટોરીનું વિમોચન 

નાણા વિભાગના અધિક સચિવ સજ્જન સિંહ યાદવ દ્વારા પુસ્તક 'ઇન્ડિયાઝ વેક્સિન ગ્રોથ સ્ટોરી'નું વિમોચન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંબોધન કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વિશ્વ રસીકરણમાં યોગદાન આપવું તે દેશના ડીએનએમાં છે. "ભારતે દાયકાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

વિશ્વમાં વપરાતી તમામ રસીઓમાંથી લગભગ 60 ટકા ભારતમાં બને છે. રસીકરણના સંદર્ભમાં વિશ્વમાં ભારતનું યોગદાન અજોડ છે. 

આ સાથે સીતારમણે કહ્યું કે, આજે દેશમાં દરેક નાગરિકને ડબલ ડોઝ આપવામાં આવી રહ્યો છે અને આટલા મોટા પાયા પર રસીનું ઉત્પાદન કરવું અને લોકોને ડોઝ આપવો સરળ નથી. ભારતે સમયબદ્ધ રીતે 200 કરોડ કોવિડ રસીકરણના લક્ષ્યાંકને વટાવી દીધું છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, કોવિડ-19 રસીના 208.57 કરોડ ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ