જીત / મહાષ્ટમી પર ટીમ ઇન્ડિયાએ દેશવાસીઓને આપી મહાજીત, સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યુ

| IND vs SA: 1st Test. It's all over! India won by 203 runs

દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે. આજે મહાઅષ્ટમીના પ્રંસગે ટીમ ઇન્ડિયાએ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. રવિવારે  એટલે કે વિશાખાપટ્ટનમ ટેસ્ટના પાંચમા દિવસે વિરાટ બ્રિગેડે સાઉથ આફ્રિકાને 203 રનથી હરાવ્યુ. 395 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી સાઉથ આફ્રિકાની ટીમ લંચ સુધીમાં 191 રનમાં ઑલઆઉટ થઇ ગઇ. આ જીતની સાથે જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ મેચની સીરિઝ 1-0થી આગળ છે. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રમાશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ