બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs nz shubman gill Double century vs new zealand 1st odi hyderabad

IND vs NZ / શુભમન ટીમ ઈન્ડીયા માટે બન્યો 'શુભ' મેન, ફટકારી બેવડી સદી, કીવી બોલરોના પરસેવા છૂટ્યા

Premal

Last Updated: 05:38 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ પોતાની ધરતી પર ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હૈદ્રાબાદમાં રમી રહી છે. આ મેચમાં શુભમન ગિલે આક્રમક અંદાજ બતાવતા પોતાની બેવડી સદી પૂર્ણ કરી છે. ગિલ બેવડી સદી ફટકારનારા પાંચમા ભારતીય ખેલાડી છે.

  • હૈદ્રાબાદમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ
  • શુભમન ગિલે પોતાની બેવડી સદી પૂર્ણ કરી
  • ગિલ બેવડી સદી ફટકારનારા પાંચમા ભારતીય ખેલાડી

ગિલની બેવડી સદી 

શુભમન ગિલે આક્રમકતા બતાવીને પોતાની બેવડી સદી પૂર્ણ કરી. ગિલ બેવડી સદી ફટકારનારા પાંચમા ભારતીય ખેલાડી છે. શુભમન ગિલે પોતાની બેવડી સદી પૂર્ણ કરી. ગિલે સતત ત્રણ છગ્ગા ફટકારીને આ સફળતા પ્રાપ્ત કરી. ગિલે 145 બોલમાં બેવડી સદી પૂર્ણ કરી. ગિલ આખરે 208 રન બનાવીને આઉટ થયા. 

શુભમન ગિલે વધુ એક સદી ફટકારી

ભારતીય ટીમના યુવા સ્ટાર બેટર શુભમન ગિલે શાનદાર પ્રદર્શન ચાલુ રાખી વધુ એક સદી ફટકારી છે. ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણીની પહેલી મેચમાં શુભમને વન-ડે કારકિર્દીની ત્રીજી સદી પૂર્ણ કરી. ગિલે 87 બોલમાં સદી પૂરી કરી, જે તેમની સતત બીજી સદી પણ છે. તિરુવનંતપુરમમાં ત્રણ દિવસ પહેલા શ્રીલંકા સામે સદી ફટકારનારા ગિલે  હૈદ્રાબાદમાં 18 જાન્યુઆરીએ કીવી બોલરોની સામે પણ આ જ અંદાજ અપનાવ્યો અને સતત બીજી વન-ડે સદી પૂરી કરી. 

ગિલે 52 બોલમાં અર્ધસદી પૂરી કરી

હૈદ્રાબાદમાં જ્યાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં. શુભમન ગિલે પોતાને ક્રીઝ પર જાળવી રાખ્યાં. શરૂઆતમાં ખુલીને રમવામાં નિષ્ફળ રહેલા ગિલે ધીરે-ધીરે પોતાની ઝડપ વધારી અને 52 બોલમાં અર્ધસદી પૂરી કરી. આ દરમ્યાન તેમને એક જીવનદાન પણ મળ્યું. જ્યાં કીવી કેપ્ટન અને વિકેટકીપર ટૉમ લેથમે સ્ટમ્પિંગની તક ગુમાવી દીધી. 

તાબડતોડ ત્રીજી સદી

ત્યારબાદ તો ગિલે બીજી કોઈ તક ના આપી અને કોઈ પણ પરેશાની વગર ગેપ પ્રાપ્ત કરીને સિંગલ્સ-ડબલ્સની સાથે જ બાઉન્ડ્રી પણ પ્રાપ્ત કરતા રહ્યાં. સ્પિનર્સ સામે પગલાનો અને સ્લૉગ સ્વીપનો સારો ઉપયોગ ગિલે કર્યો. 30મી ઓવરમાં મિચેલ સેન્ટનરના બીજા બોલમાં છગ્ગો મારી ગિલ 93 થી 99 પર પહોંચ્યા અને પછી બીજા બોલમાં ગિલે પોતાની સતત બીજી અને કુલ ત્રીજી વન-ડે સદી પૂરી કરી. ગિલે 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સદી પૂરી કરી. આ ગિલની 19 વન-ડે ઈનિંગમાં ત્રીજી સદી છે, જે શિખર ધવન બાદ ભારત માટે સૌથી ત્રીજી વન-ડે સદી છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ