બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs NZ 3rd ODI Live Score Updates: India win by 90 runs

ક્રિકેટ / ભારતે રચ્યો ઈતિહાસ ! ન્યુઝીલેન્ડનો વ્હાઈટ વોશ કરીને બની નંબર વન વનડે ટીમ, રોહિત-ગીલની ધબડાટી

Hiralal

Last Updated: 09:48 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાએ એક મોટો ઈતિહાસ રચ્યો છે. અંતિમ વનડેમાં ન્યુઝીલેન્ડને હરાવીને ભારત વનડેમાં નંબર વન ટીમ બની છે.

  • ટીમ ઈન્ડીયાએ ન્યૂઝીલેન્ડનો કર્યો વ્હાઈટ વોશ
  • અંતિમ વનડેમાં 90 રને હરાવ્યું
  • સિરિઝ જીતીને બની નંબર વન વનડે ટીમ 
  • પહેલા બેટિંગ કરીને બનાવ્યાં 385 રન
  • ન્યુઝીલેન્ડની ટીમ 295 રન જ બનાવી શકી 
  • રોહિત-ગીલ બન્નેએ ફટકારી સદી

ઈન્દોરમાં રમાયેલી 3 સિરિઝની વનડેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડના સુપડાં સાફ કરીને ટીમ ઈન્ડીયા દુનિયાની નંબર વન વનડે ટીમ બની છે. ટોસ હારીને પહેલા બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડીયાએ 50 ઓવરમાં 385 રનનો પહાડી સ્કોર બનાવ્યો હતો. શરુઆતથી નક્કી હતું કે ન્યુઝીલેન્ડની ટીમ આટલો મોટો સ્કોર કેવી રીતે પાર કરી શકશે અને ધારણા સાચી પડી. આટલા વિશાળ સ્કોર સામે ન્યુઝીલેન્ડ જોર કંઈ ચાલ્યું નહોતું. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 295 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી આ રીતે ભારતને 90 રને જીત મળી હતી. ન્યુઝીલેન્ડ વતી એકમાત્ર ઓપનર ડ્વેન કોન્વેએ કંઈક કામ કરી દેખાડ્યું હતું. તેણે 138 રન ફટકાર્યાં હતા તેમ છતાં પણ તે ટીમને હારથી બચાવી શક્યો નહોતો. ડ્વેન કોન્વે ઉપરાંત હેનરી નિકોલ્સે 40 બોલમાં 42 રન જ્યારે મિચેલ સેન્ટનરે 34 રનનું યોગદાન આપ્યું હતું. 

જીત સાથે ભારત બની નંબર વન વનડે ટીમ
ન્યુઝીલેન્ડ સામેની જીત બાદ ભારત આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર-1 પર પહોંચ્યું છે અત્યાર સુધી ન્યુઝીલેન્ડ નંબર પર હતું. 
 

ટીમ ઈન્ડીયાના કયા ખેલાડીએ કેટલા રન કર્યાં 
રોહિત શર્માએ 85 બોલમાં 101 રન બનાવ્યાં હતા. રોહિતે તેની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યાં હતા. તો શુભમન ગીલે 78 બોલમાં 112 રનની ઈનિંગ રમી હતી. ગીલે તેની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યાં હતા. તે ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 54 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે વિરાટ કોહલીએ 36 રન અને શાર્દુલ ઠાકુરે 25 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર જેવા બેટ્સમેન સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. ભારતીય ટીમ 26 ઓવરમાં વિકેટ ગુમાવ્યાં વગર 212 બનાવીને 400 રનના આંકડા તરફ આગળ વધતી હતી પરંતુ સતત વિકેટ પડતાં તે ફક્કત 385 રન સુધી જ પહોંચી શકી હતી. 

કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી
ભારત તરફથી કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર સૌથી સફળ બોલર રહ્યા હતા. કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 3-3 વિકેટ લીધી હતી. 
 

રોહિત-ગીલે ફટકારી સદી
ઈન્દોરમાં ચાલી રહેલી વનડે સિરિઝની અંતિમ મેચમાં ભારતીય બેટ્સમેનોનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું છે. ઈન્દોરમાં ન્યુઝીલેન્ડ સામેની અંતિમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલની દમદાર ઈનિંગ જોવા મળી હતી. રોહિત શર્માએ 101 અને શુભમન ગીલે 112 રન ફટકારીને ટીમ ઈન્ડીયાને મોટો સ્કોર ઊભો કરવામાં મદદ મળી હતી. 

વન-ડેમાં ભારત માટે સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
• વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
• રોહિત શર્મા - 240 મેચ, 30 સદી

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી
• સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
• વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
• રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
• રોહિત શર્મા - 240 મેચ, 30 સદી
• સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

પ્રથમ વન-ડેમાં 12 રને જીત્યું ભારત 

ભારત અને ન્યુઝીલેન્ડ ત્રણ વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતને 12 રને વિજય થયો હતો. ભારતના 50 ઓવરમાં 8 વિકેટે 349 રનના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 337 રને ઓલઆઉટ થઈ જતા ન્યુઝીલેન્ડની 12 રને હાર થઈ હતી. ભારત તરફથી પ્રથમ બેટીંગ કરતા ન્યુઝીલેન્ડને જીતવા માટે 350 રનનું લક્ષ્ય આપ્યું હતું, જોકે ન્યુઝીલેન્ડની ટીમ આ ટાર્ગેટ પાર પાડવામાં સફળ રહી ન હતી. આ મેચમાં શુભમન ગીલ મેચનો હિરો બનીને ઉભરી આવ્યો છે. આ મેચમાં શુભમન ગીલની વિસ્ફોટક બેટીંગના કારણે ન્યુઝીલેન્ડ સામે ભારતે વિરાટ સ્કોર ઉભો કર્યો છે.  આ મેચમાં શુભમન ગીલે 149 બોલમાં 19 ફોર અને 9 સિક્સની મદદથી 208 રન કરી રેકોર્ડો સર્જ્યા છે. તો ન્યુઝીલેન્ડ તફથી ડ્રેઈલી મિશેલ અને હેન્રી સિપ્લેએ 2-2 વિકેટ ઝડપી છે. 

બીજી વન-ડેમાં ભારતની 8 વિકેટે જીત

ભારતીય ટીમે રાયપુરમાં રમાયેલી બીજી વન-ડેમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતુ. આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટીંગ કરતા 34.3 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું તો ભારતીય ટીમે 20.1 ઓવરમં બે વિકેટ ગુમાવી 111 રન કરી મેચ પર જીત મેળવી હતી. આ મેચમાં રોહિત શર્માએ ધમાકેદાર બેટીંગ કરી 2 સિક્સ અને 7 ફોર સાથે 50 બોલમાં 51 રન કર્યા હતા. આ મેચ જીતવાની સાથે જ ભારત 2-0થી સિરિઝ જીતી ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ