ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લાં થોડા સમયથી આક્રમક ફોર્મમાં રહી છે. 1 જાન્યુઆરી 2022 બાદ ઓસ્ટ્રેલિયન ટીમે 12 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી સાતમાં જીત પ્રાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાનને તેમના ઘરમાં પણ હરાવ્યું છે.
છેલ્લી પાંચમાંથી ત્રણ ટેસ્ટ શ્રેણીમાં ભારતીયોનો રહ્યો દબદબો
ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાનને તેમના ઘરમાં પણ હરાવ્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની દ્રષ્ટીએ આ સીરીઝ ભારત માટે મહત્વપૂર્ણ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવ ફેબ્રુઆરીથી રમાશે મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવ ફેબ્રુઆરીથી ચાર ટેસ્ટ મેચની સીરીઝ રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની દ્રષ્ટીએ આ સીરીઝ ભારતીય ટીમ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમને જો WTCની ફાઈનલમાં પહોંચવુ છે તો આ શ્રેણી જીતવી પડશે. ભારતીય ટીમે ઓછામાં ઓછી બે ટેસ્ટ જીતવી પડશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારત બીજા ક્રમાંકે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ટેબલમાં ભારત અત્યારે બીજા ક્રમાંકે છે. તો ઓસ્ટ્રેલિયન ટીમ શીર્ષ પર છે. ઓસ્ટ્રેલિયાનુ ફાઈનલમાં પહોંચવુ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. બીજા સ્થાન માટે ભારત સહિત બે-ત્રણ ટીમોમાં ટક્કર છે. સર્વોચ્ચ સ્તરે રહેતી ટીમો જૂનમાં ફાઈનલ રમશે.
ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 2017માં જીતી હતી છેલ્લી ટેસ્ટ
ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસ માટે તૈયારી કરી રહી છે. ટીમ સ્પિન પીચ બનાવીને પ્રેક્ટિસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લાં થોડા સમયથી આક્રમક ફોર્મમાં રમી રહી છે. 1 જાન્યુઆરી 2022 બાદ ઓસ્ટ્રેલિયન ટીમે 12 ટેસ્ટ મેચ રમી છે. જેમાંથી સાતમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા અને પાકિસ્તાનને તેમના ઘરમાં પણ હરાવ્યું છે. તો ટીમે ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને પણ હરાવ્યું છે. જો કે, ભારત પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમ 2017 બાદ કોઈ ટેસ્ટ જીતી શકી નથી. 2017માં પુણેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 333 રનથી હરાવ્યું હતુ.
છેલ્લી પાંચ શ્રેણીમાં ભારતનો રહ્યો દબદબો
બંને વચ્ચે રમાયેલી અંતિમ પાંચ ટેસ્ટ શ્રેણીમાંથી ચાર શ્રેણી ભારતીય ટીમે જીતી છે. ઓસ્ટ્રેલિયાએ આની પહેલા 2014-15માં ભારતીય ટીમ સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારબાદ 2017, 2018-19 અને 2020-21માં ભારતે ટેસ્ટ શ્રેણી પર પ્રભુત્વ જમાવ્યું. માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં, ભારતીય ખેલાડીઓનો પણ આ સીરીઝમાં દબદબો રહ્યો છે. છેલ્લી પાંચ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી ત્રણ વખત ભારતીય ખેલાડીઓએ પ્લેયર ઑફ ધ સીરીઝ એવોર્ડ જીત્યો છે.