બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Increased risk of heart attack with covid and vaccination? A wave of concern from the statement of the former chief scientist of WHO

સાવચેતી / કોવિડ અને વેક્સીનેશનથી હાર્ટ એટેકનો ખતરો વધ્યો ? WHOના પૂર્વ ચીફ વૈજ્ઞાનિકના નિવેદનેથી ચિંતાનું મોજું

Vishal Khamar

Last Updated: 11:46 PM, 28 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4.46 કરોડ થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે સંક્રમણથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. આંકડાઓ અનુસાર દેશમાં કોવિડ-19ને મ્હાત આપવાના લોકોની સંખ્યા વધીને 4.41 કરોડ થઈ ગઈ છે.

  • કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
  • કોરોના સંક્રમણ હાર્ટ એટેક માટે મુખ્ય કારણ છે
  • વાયરલ સંક્રમણ હૃદય  પર સોજા કરી સ્નાયુને અસર કરી શકે છે

 હાલમાં હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. યુવાનોને જિમમાં કસરત કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં હાર્ટ એટેકના ખતરાને કોરોના સાથે જોડવામાં આવી રહ્યું છે.   WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને મંગળવારે કહ્યું કે તે સ્પષ્ટ છે કે કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોવિડ બાદ હાર્ટ એટેકનો ખતરો વેક્સીન લીધા બાદના મુકાબલે 4થી 5 ગણો વધારે છે. કોરોના સંક્રમણ હાર્ટ એટેક માટે મુખ્ય કારણ છે. એ વાતની આશંકા ઓછી છે કે વાયર એવી રીતે બદલાશે કે તે રસી દ્વારા બનેલી ઈમ્યૂનિટીને ખતમ કરી શકે, પંરતુ સતત દેખરેખ રાખવી મહત્વપૂર્ણ છે.

ડૉક્ટરનું શું કહેવું છે ?
આ પહેલા નેશનલ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ નવી દિલ્હીના વિઝિટિંગ કન્સલટન્ટ ડૉ વિક્રમ કેશરી મોહંતીએ હાલમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ-19 કોઈપણ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. મુખ્ય રીતે ફેફસા અને હાર્ટ પર તેનો પ્રભાવ પડે છે. તેમણે કહ્યું કે વાયરલ સંક્રમણ હૃદય   પર સોજા કરી સ્નાયુને અસર કરી શકે છે અને આ રીતે અંગોને નુકસાન પહોંચાડે છે.   જેને માયોકાર્ડિટિસ   તરીકે ઓળખવામાં આવે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 169 નવા કેસ નોંધાયા છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 2,257 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે   જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,30,771 થઈ ગઈ છે.
વેક્સીનના અત્યાર સુધીમાં 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા
આંકડા મુજબ, ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,46,86,371 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે સંક્રમણથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. આંકડાઓ અનુસાર   દેશમાં કોવિડ-19ને મ્હાત આપવાના   લોકોની સંખ્યા વધીને 4,41,53,343 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ