બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Increase in swine flu cases in Ahmedabad, children are showing symptoms of the disease

સાવધાન / અમદાવાદમાં વકરેલો આ રોગ રોજ 80થી 100 બાળકોને સાણસામાં લઈ રહ્યો છે, જુઓ કેવી રીતે બચશો

Vishnu

Last Updated: 04:24 PM, 14 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીડિયાટ્રિશ્યન ડૉ.હાર્દિક પટેલે કહ્યું કે 100 દર્દીઓમાંથી 80 બાળ દર્દીઓ આ ફ્લૂનો શિકાર થઈ રહ્યા છે.

  • અમદાવાદમાં બાળકોમાં જોવા મળ્યા સ્વાઇન ફ્લૂના કેસો
  • 100 દર્દીઓમાંથી 80 બાળ દર્દીઓમાં ફલૂ અને સ્વાઇન ફ્લૂના કેસ
  • ખાનગી હોસ્પિટલમાં પણ બાળ દર્દીઓનો ધસારો

કોરોના વાયરસે આમ જ લોકોની ઊંઘ ઉડાવીને રાખી છે. ત્યારે અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં અચાનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં બાળ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. તેમાં મોટા ભાગના 5થી 10 વર્ષના બાળકોનો સમાવેશ થયા છે.અમદાવાદ કોપોરેશન પણ રોગને લઈને ચિંતામાં મુકાયું છે.


સ્વાઈન ફ્લૂ દરરોજ 80થી 100 બાળ દર્દીને સાણસામાં લઈ રહ્યો છે.

ચોમાસાની સિઝનમાં આમ પણ રોગચાળાની સ્થિતિ વધારે વકરતી હોય છે. ત્યારે ગુજરાત સહિત અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં રોજ 100 થી 80 દર્દીઓ સ્વાઇન ફ્લૂના નોંધાઈ રહ્યા છે. તેમાં ખાસ કરીને બાળ  દર્દી સ્વાઇન ફ્લૂના સાણસામાં આવી રહ્યા છે. પીડિયાટ્રિશ્યન ડૉ.હાર્દિક પટેલના જણાવ્યા અનુસાર ખાનગી હોસ્પિટલમાં દરરોજ 100માંથી 80 બાળકો સ્વાઈન ફ્લૂના કહેરનો ભોગ બની રહ્યા છે. સ્વાઇન ફ્લૂઉપરાંત હાલ ચિકનગુનિયા, ડેન્ગ્યૂના કેસો પણ જોવા મળ્યા છે.

ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલો હાઉસફુલ તરફ

ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલોની ઓ.પી.ડી.માં એક તબીબ દિવસના ચાલીસથી પચાસ બાળકોને ચકાસી રહ્યા છે તેમજ કન્સલટેશન માટે લાંબું વેઇટિંગ છે.બાળકોને ફ્લુ, ઝાડાઉલ્ટીની સમસ્યા સાથે આવતા તમામ બાળકોને શરદી-ખાંસની સમસ્યાઓ દેખાઈ રહી છે.ઘણાં કિસ્સાઓમાં બાળકોને પંદર-વીસ દિવસ સુધી ખાંસીની સમસ્યાન દેખાઈ રહી છે.

  • બાળકોમાં જોવા મળતા લક્ષણો  
  • ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની
  • વારંવાર ઉલટી થવી
  • ચાલી ન શકવું, ક્રિયા પ્રતિક્રિયા ન આપવી
  • મૂંઝવણ અને વારંવાર રડવું
  • તાવ અને શરદીનો ભોગ બનવું
  • પૂરતું પ્રવાહી ન પીવું


સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચી શકાય

  • જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
  • શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
  • બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાણું ઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
  • બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
  • જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. 
  • ઓફિસે અને સ્કૂલે જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી 
  • તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ ફ્લૂ ફેલાવાની ભીતિ રહેશે.

  • સામાન્ય તાવમાંથી સ્વાઈન ફ્લૂનો જન્મ

માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ)માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા હતા એચવનએનવન (H1N1) એક એવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.

H1N1 એક જીવલેણ વાયરસ

H1N1 એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસથી બિલકુલ મળતો આવે છે. અહીં પણ દર્દી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. H1N1ના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ