બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / IN USA Four killed, two injured in shooting at Indiana mall

BIG NEWS / ગન કલ્ચર ! અમેરિકામાં ફરી ગોળીબાર, ઈન્ડિયાનામાં આડેધડ ફાયરિંગ, હુમલાખોર સહિત 4ના મોત

ParthB

Last Updated: 08:57 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયાના પોલીસના જણાવ્યા અનુસાર, રાઈફલ લઈને આવેલા હુમલાખોરે મોલના ફૂડ કોર્ટમાં લોકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલો રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયો હતો.

 

  • અમેરિકામાં ફરી થયો ગોળીબાર 
  • ઇન્ડિયાના પ્રાંતના એક મોલમાં બંદૂકધારીએ કર્યો ગોળીબાર  
  • આ હુમલો રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયો હતો

અમેરિકામાં ફરી ગોળીબાર થયો.

ઇન્ડિયાના પ્રાંતના ગ્રીનવુડના એક મોલમાં રવિવારે સાંજે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. હુમલાખોરને મોલમાં હાજર એક સશસ્ત્ર નાગરિકે ગોળી મારી દીધી હતી.

ચાર મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.
 
આ હુમલો રવિવારે સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે થયો હતો. ઈન્ડિયાના પોલીસના જણાવ્યા અનુસાર, રાઈફલ લઈને આવેલા હુમલાખોરે મોલના ફૂડ કોર્ટમાં લોકોને નિશાન બનાવ્યા હતા. તે વધુ લોકોને મારી શકે તે પહેલા ત્યાં હાજર એક નાગરિકે તેની ગોળી મારીને હત્યા કરી નાખી. ગ્રીનવુડના મેયર માર્ક ડબલ્યુ. મેયર્સે જણાવ્યું હતું કે ચાર મૃતકોમાં હુમલાખોરનો પણ સમાવેશ થાય છે.
 
સશસ્ત્ર નાગરિકે ચતુરાઈ બતાવી

ગ્રીનવુડ પોલીસ ચીફ જિમ ઈસને જણાવ્યું હતું કે કુલ ચાર લોકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર કંટ્રોલ રૂમને સાંજે 6 વાગ્યે ફાયરિંગની માહિતી મળી હતી. જ્યારે હુમલાખોરને સશસ્ત્ર નાગરિકે ગોળી મારી દીધી ત્યારે ગોળીબાર બંધ થઈ ગયો. ઈસને કહ્યું કે જ્યારે હુમલાખોર ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે એક નાગરિકે કુનેહ બતાવીને તેને ગોળી મારી દીધી હતી.

બિડેન કાયદો બદલવાની તરફેણમાં છે

રાષ્ટ્રપતિ જો બિડેને અમેરિકામાં વારંવાર ગોળીબારમાં નિર્દોષ નાગરિકોની હત્યાની વધતી ઘટનાઓ પર વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. હથિયારબંધી કાયદાના કારણે આ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. બિડેને ભૂતકાળમાં કહ્યું હતું કે બાળકો અને પરિવારોની સુરક્ષા માટે, અમેરિકાએ શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાની અથવા શસ્ત્રો ખરીદવાની ઉંમર 18 થી વધારીને 21 કરવાની જરૂર છે.

હથિયારો પર નવું બિલ તૈયાર

USAમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઉવલ્ડે, બફેલો, ટેક્સાસમાં ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. હવે ઈન્ડિયાનાપોલિસના મોલને નિશાન બનાવવામાં આવ્યું હતું. 22 જૂનના રોજ, યુ.એસ.ના સાંસદોના જૂથે વારંવાર ગોળીબારની ઘટનાઓ પર બહુપ્રતિક્ષિત નવું સુરક્ષા બિલ તૈયાર કર્યું છે. અમેરિકાના બંને પક્ષો આ અંગે સહમત છે.તે ખતરનાક લોકો પાસેથી હથિયારો પાછી ખેંચવાનો પ્રસ્તાવ છે. આ સાથે માનસિક સ્વાસ્થ્ય માટે અબજો ડોલરના ફંડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બિલમાં રાઈફલ્સ પર પ્રતિબંધ અને હથિયાર ધારકોની પૃષ્ઠભૂમિ તપાસની જોગવાઈઓ નથી, પરંતુ તેમાં ખતરનાક વ્યક્તિઓ પાસેથી બંદૂકો પાછી ખેંચવાની જોગવાઈઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ