બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / in US biden era begins, 25k nationl guards on standoff

શપથવિધિ / અમેરિકામાં બાયડન યુગ: આ કારણે 20 તારીખે જ નવા રાષ્ટ્રપતિ લે છે શપથ

Kavan

Last Updated: 07:03 PM, 20 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં આજથી બાયડન યુગનો આરંભ થઈ રહ્યો છે. નવેમ્બરની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના સુપડા સાફ કરીને ધમાકેદાર વિજય હાંસલ કરનાર ડેમોક્રેટ્સ નેતા જો બાયડન લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે 46 મા પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળવા જઈ રહ્યાં છે. તેમની સાથે ભારતવંશી કમલા હેરિસ પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરી રહ્યાં છે.

  • હિંસાની આશંકા વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં 25 હજાર નેશનલ ગાર્ડ તહેનાત
  • વિદાયમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ પણ હાર માની નથી. 
  • વોશિંગ્ટનમાં 24 જાન્યુઆરી સુધી ઈમરજન્સી, આખો દેશ એલર્ટ પર

ઉલ્લેખનીય છે કે કમલા હેરિસ મૂળ તમિલનાડુની રાજધાની ચેન્નઈ નજીકના એક ગામના છે. હેરિસના માદરે વતનમાં પણ જશ્નનો માહોલ છવાયો હતો. હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 25 હજાર નેશનલ ગાર્ડની તહેનાતી કરી દેવાઈ છે. 

લેડી ગાગા ગાશે રાષ્ટ્રગીત

શપથગ્રહણ પર હિંસાનો ઓછાયો છવાયેલો છે પરંતુ કેટલાક રંગારંગના કાર્યક્રમ પણ યોજાશે. બાયડનના ટેકેદાર અને પોપ સ્ટાર લેડી ગાગા રાષ્ટ્રગીત ગાશે જ્યારે ગાયિકા અને અભિનેત્રી જેનિફર લોપેઝ સંગીતના કાર્યક્રમો રજૂ કરશે.

25 હજાર નેશનલ ગાર્ડની તહેનાતી 

અમેરિકી સંસદ ભવનમાં શપથ સમારોહ જો બાયડન અને કમલા હેરિસને અમેરિકી સંસદ ભવન કેપિટલ હિલ્સમાં શપથ લેવડાવામાં આવશે.  કેપિટલ હિલ્સના ખૂણેખાંચરે સૈનિકો ગોઠવી દેવાયા છે.કેપિટલ હિલ્સ તરફના તમામ માર્ગને બંધ કરી દેવાયા છે.આખી સંસદને 8 ફૂટ ઊંચી લોખંડની જાળીથી ઘેરી લેવામાં આવી છે. સિક્રેટ સર્વિસ અને ફેડરલ એજન્સીની ઉપરાંત એડવાન્સ્ડ ઈલેક્ટ્રોનિક્સ સર્વેલન્સ એલર્ટ મોડ પર રખાયા છે. 

શપથવિધિમાં 200 મહેમાનોને નોતરુ

આ વખતની શપથવિધિમાં હિંસાની શક્યતાને ધ્યાનમા રાખીને  મહેમાનની હાજરી સીમિત કરી નાખવામાં આવી છે.ફક્ત 200 મહેમાનોને શપથવિધિનું નોતરુ અપાયું છે. 

12 સૈનિકો સંદિગ્ધ નીકળતા ખળભળાટ 

સમારોહની સુરક્ષામાં તહેનાત નેશનલ ગાર્ડ્સના 12 સૈનિકો સંદિગ્ધ નીકળતા ખળભળાટ મચ્યો હતો. આ 12 સૈનિકો દક્ષિણપંથી મિલિશિયા સમૂહ સાથે સંકળાયેલા હોવાનું મનાઈ રહ્યું છે. આ તમામ ગાર્ડ્સને તાત્કાલિક અસરથી હટાવી દેવાયા છે.

શા માટે 20 જાન્યુઆરીએ શપથ?

1933 ની સાલમાં 20 મા બંધારણીય સુધારામાં પ્રમુખ અને ઉપ પ્રમુખનો કાર્યકાળ 20 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થતો હોવાની જોગવાઈ કરાઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ