બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / In these 6 wards of Ahmedabad, AMC acted as per the guidelines of Corona

તંત્ર જાગ્યું / ચૂંટણી પૂર્ણ તંત્રની કામગીરી શરૂ: અમદાવાદના આ 6 વોર્ડમાં AMCએ કોરોના કામગીરીની તવાઈ બોલાવી

Shyam

Last Updated: 11:22 PM, 8 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈ AMCએ નિયમ ભંગ કરાનારી હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે.

  • અમદાવાદમાં કોર્પોરેશનની કાર્યવાહી
  • કોરોના ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
  • હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી

અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે એકશન લેવાઈ રહી છે. AMCએ નિયમ ભંગ કરાનારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની બજાર બંધ કરાવી છે. જેમાં થલતેજ, જોધપુર, મણિનગર, પાલડીમાં કાર્યવાહી કરાઈ છે. તો આ સાથે નારણપુરા,અંકુર ચાર રસ્તા અને મણિનગર વિસ્તારમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અમદાવાદમાં ચૂંટણી દરમિયાન અને બાદ પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરોમાં જાણે કોરોના ન હોય તેવી રીતે લોકો અને વેપાર ધંધા ચાલી રહ્યા છે. તો તંત્ર પણ એકાએક નિંદરમાંથી જાગ્યું હોઈ તેવી રીતે, કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કાર્યવાહી કરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોએ રાતે હાથધરી સરપ્રાઇઝ એકશનમાં આવી છે. AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. 

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 482 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

AMC ahmedabad corona guideline અમદાવાદ કોરોના ગાઈડલાઈન AMC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ