બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / In the wake of escalating tensions in the Ukraine-Russia war, PM Modi took a big decision

જંગ / યુક્રેન-રશિયા યુદ્ધમાં તંગદિલી વધતા PM મોદી એક્શનમાં, લીધો મોટો નિર્ણય

Hiralal

Last Updated: 07:46 PM, 24 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના છાંટા ભારત પર પણ ઉડ્યાં છે. આ મામલે પીએમ મોદીએ હવે મોટી બેઠક કરવા જઈ રહ્યાં છે.

  • યુક્રેન-રશિયા યુદ્ધમાં તંગદિલી વધતા  PM મોદી એક્શનમાં
  • યુક્રેન-રશિયા યુદ્ધને લઈને કરશે મોટી બેઠક
  • NSA અજિત ડોભાલ પણ ખાસ રહેશે હાજર 

હાલમાં રશિયા યુક્રેનમાં ધડાધડ હુમલા કરી રહ્યું છે. વિશ્વના તમામ દેશો રશિયાના આક્રમણની વિરૃદ્ધમાં છે અને તેઓ જાતજાતના પ્રતિબંધો લગાવી રહ્યાં છે. ભારત પણ આ મામલે એક્શનમાં આવ્યું છે.

પીએમ મોદી કરશે હાઈ લેવલ મીટિંગ
પ્રધાનમંત્રી મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચેના વોરને લઈને એક હાઈ લેવલ મીટિંગ બોલાવી છે અને તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ હાજર રહેવાના છે. પીએમ મોદી અધિકારીઓ સાથે યુક્રેન મુદ્દે મહત્વની ચર્ચા કરશે અને ભારત વતી નિવેદન આપે તેવી પણ સંભાવના છે. બેઠકમાં અજિત ડોભાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. 

 યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ચિંતાનો વિષય
રશિયાના હુમલાથી દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ થઈ ગઈ છે. કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. બીજી તરફ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ભારત સરકાર પણ એક્શનમાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આજે પીએમ મોદી પોતાના નિવાસ સ્થાને ઈમરજન્સી બેઠક કરશે. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય લોકો હાજર રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોની જલ્દી વાપસી અને સુરક્ષા માટે બેઠક થઈ શકે છે.

યુક્રેને ભારત પાસેથી માગી મદદ

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ હવે યુક્રેન દ્વારા ભારત પાસેથી મદદ માગવમાં આવી છે. ત્યાના રાજદૂતે વડાપ્રધાન મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. યુક્રેનના રાજદૂક ઈગોર પોલતાએ કહ્યું કે ભારત અને રશિયાના સંબંધો સારા છે. જેથી ભારત રશિયા અને યુક્રેનના વિવાદને કંટ્રોલ કરવા માટે મોટું યોગદાન આપી શકે છે. યુક્રેનના રાજદૂત ઈગોર પોલખાએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેઓ રાષ્ટ્રપતિ પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર જેલેસ્કી સાથે સંપર્ક કરે. આપને જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં ભારતનું વલણ ન્યૂટ્રલ રહ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભારતનું સ્ટેન્જ આ યુદ્ધ પર ન્યૂટ્રલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ