In the last 5 years 20,310 children were reported as malnourished in this district of Gujarat
ચોંકાવનારી બાબત /
બાપ રે! છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના આ જિલ્લામાં 20,310 બાળકો કુપોષિત! દર વર્ષે થાય છે કરોડોનો ખર્ચ
Team VTV02:12 PM, 03 Feb 23
| Updated: 02:22 PM, 03 Feb 23
કુપોષણ ઘટાડાવા સરકારની અનેક યોજનાઓ વચ્ચે રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકો નોંધાયા છે.
રાજકોટ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
ડિસેમ્બર 2022 સુધીમાં નોંધાયા 3303 કુપોષિત બાળકો
છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયા 20,310 કુપોષિત બાળકો
દેશભરમાં ગુજરાતને સમૃદ્ધ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ રાજ્યમાં કમનસીબે કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 20,310 કુપોષિત બાળકો નોંધાયા છે. આ માહિતી આઈસીડીએસ શાખામાંથી મળી છે.
પ્રતિકાત્મક તસવીર
સૌથી વધુ કુપોષિત બાળકો નોંધાયા જેતપુર તાલુકામાં
રાજકોટ જિલ્લામાં વર્ષ 2022ના અંતમાં 3303 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે તેમાંથી 1523 બાળકો અપગ્રેડ પણ થયા છે. આઈસીડીએસ શાખામાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકો જેતપુર તાલુકામાં નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા કુપોષિત બાળકો વીંછિયા તાલુકામાં નોંધાયા છે.
સૌથી ઓછા વીંછિયામાં નોંધાયા
જેતપુર તાલુકામાં 825, જસદણ તાલુકામાં 444, કોટડાસાંગાણીમાં 408 અને વીંછિયા તાલુકામાં 93 કુપોષિત નોંધાયા છે. કુપોષિત બાળકોની સંખ્યા વધતા જિલ્લા આરોગ્ય વિભાગની પણ ચિંતામાં વધારો થયો છે.
પ્રતિકાત્મક તસવીર
કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો
રાજ્ય સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્ય સરકાર, ICDS શાખા અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા કુપોષણ ઘટાડવા મહેનત કરવામાં આવે છે. છતાં કુપોષિતોની સંખ્યામાં ઘટાડો થતો નઓથી.
કુપોષણ એટલે શું?
- ઉંમર પ્રમાણે ઓછું વજન ધરાવતા બાળકોને કુપોષિત કહેવાય છે.
- બાળકોમાં પોષક તત્ત્વો અને લોહીની ખામીને કુપોષણની વ્યાખ્યામાં ગણવામાં આવે છે.
- કુપોષણનું મુખ્ય કારણ યોગ્ય ખોરાક ન મળવો છે