ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Surendranagar the traffic police filled a 30-foot ditch
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરેન્દ્રનગરમાં એમ પી શાહ કોલેજ પાસે ટ્રાફીક પોલીસની ઘણીજ સરાહનીય કામગીરી સામે આવી છે. જેના કારણે અહીયાની ટ્રાફીક પોલીસના લોકો ઘણા વખાણ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એમ પી શાહ કોલેજ પાસે ભવો પડ્યો હતો. જેના કારણે લોકો ઘણા હેરાન થઈ રહ્યા હતા પરંતું તેમ છતા તે ભૂવો કોઈ પુરવા નહોતું આવતું.
ADVERTISEMENT
10 દિવસથી ભૂવો પડ્યો હતો
છેલ્લા 10 દિવસથી સુરેન્દ્રનગરની એમ પી શાહ કોલેજ પાસે ભૂવો પડ્યો હતો. આ ભૂવો 30 ફુટ જેટલો મોટો હતો જેના કારણે અહીયા ઘણા અકસ્માતો પણ સર્જાયા હતા. જેના કારણે લોકોને ઈજા પહોચી હતી. આ મામલે ટ્રાફીક પોલીસનું ધ્યાન જતા તેમણે ભૂવો પુરી કાઢ્યો. જેથી લોકો ટ્રાફીક પોલીસની કામગીરીને વખાણી રહ્યા છે.
ADVERTISEMENT
નોકરી પતાવીને ટ્રાફિક પોલીસે ખાડો ભર્યો
આપને જણાવી દઈએ તે અનેક વાહન ચાલકો આ ભૂવામાં અકસ્માતનો ભોગ બન્યા હતા. નગરપાલિકા અને તંત્ર દ્વારા ઘણી વખત રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતા કોઈ ભૂવો પુરતો ન હતું જેથી નોકરી પૂર્ણ કર્યા બાદ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તેમજ પીએસઆીએ જાતે ભૂવાનું પુરાણ કર્યું જેથી લોકોને પણ તેમની આ કામગીરી ઘણી ગમી છે.
ADVERTISEMENT
નગરપાલિકા અને તંત્રને રજૂઆત કરવા છતા કોઈ કામગીરી ન થઈ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસથી એમ પી શાહ કોલેજ પાસે ભૂવો પડ્યો હતો જેના કારણે લોકો ઘણા હેરાન થઈ રહ્યા હતા. જોકે આ ભૂવો 30 ફૂટ જેટલો હતો જેના કારણે ઘણા બદા વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. નગરપાલિકા અને તંત્રને રજૂઆત કરી તેમ છતા ભૂવો પુરાયો ન હતો જેથી ટ્રાફિક પોલીસ દ્વારા આ ભૂવો પુરવામાં આવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ