સુરત શહેરના કાપોદ્રામાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
રત્નકલાકારે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
પોલીસે ચેતન નામના આરોપીની કરી ધરપકડ
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યાં જ હત્યા લૂંટ અને બળાત્કારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં નાની બાળકીઓ અને સગીર વયની ઉંમરની કિશોરીઓ સાથે બળાત્કારની ચોંકવાનારી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બાળકીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મની ઘટનાઓ આચરવામાં આવે રહી છે.જેને લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે વધુ આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં સામે આવતા ભારે ચકચારમચી જવા પામી હતી.
સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ
સુરતના કાપોદ્રામાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી મળવા બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દુષ્કર્મ આચર્યા બાદ સગીરા ગર્ભવતી બનતા યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, યુવક સગીરાને લગ્નની લાલચ આપીને મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો હતો. સગીરા સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે તે ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થવાને કારણે કિશોરીના પરિવારજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.બીજી તરફ આ કારણને લઈને વિદ્યાર્થીની ધો. 10 ની પરીક્ષા આપી શકી નહીં
વિદ્યાર્થિનીને બે વખત ઘરે બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા
સગીરાએ ફરિયાદમાં જણાવતા કહ્યું છે કે, આજથી બે મહિના પહેલા હું ઘર કામથી બહાર જતી ત્યારે અમારા ઘરની નીચે ના ભાગે જયદીપ અને ચેતન અગ્રવાત મળવા આવતો હતો.આ દરમિયાન ચેતન અગ્રવાતે તેનો મોબાઈલ નંબર મને આપ્યો હતો.આ દરમિયાન એક વાર હું તેમની સાથે સુરત ડુમસ ખાતે આવેલા મોલમાં ફરવા ગયેલી જ્યારથી મારે અને ચેતન અગ્રવાતની સાથે એકદમ નજીકના પ્રેમ સંબંધ બંધાઈ ગયા હતા.ત્યારબાદ તારીખ 6-2-2022ના રોજ સવારના નવ વાગ્યાની આસપાસ તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારે ચેતન ઘરે એકલો હતો. ત્યારે તેણે મને કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરવાનો છું. ત્યાંરે મેં તેને કહ્યું કે, હું નાની છું હાલ લગ્ન નહીં થાય. કેમ કહેવા છતાં પણ છે ચેતને મારી સાથે જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
કાપોદ્રા પોલીસે આરોપીની કરી ધરપકડ
આમ ચેતને લગ્ન કરવાની લાલચ આપી સગીરાને મોલમાં ફરવા માટે લઈ જતો હતો. ત્યારબાદ તેની સાથે બદકામ કરી કિશોરીને ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ ચેતન સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ચેતન અગ્રવત ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.