સેલાવાસની માતા બની કુમાતા. ત્રણ વર્ષીય પુત્રીને ઉંદર મારવાની દવા પીવરાવી, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ. પુત્રીનું મોત, માતા સારવાર હેઠળ. પુત્રીના મોત પર બેહદ પસ્તાવો.
સંઘ પ્રદેશમાં માતાએ પુત્રીને ઝેર પીવરાવી દીધું
પુત્રીને ઝેર આપી માતાનો આત્મહત્યાનો પ્રયાસ
ત્રણ વર્ષીય પુત્રીનું મોત,માતાનો આબાદ બચાવ
સંઘ પ્રદેશ સેલવાસમાં માતા એ પુત્રી પર અકારણ ગુસ્સો કરી ઝેરી દવા પીવરાવી પુત્રીને મોતને ઘાટ ઉતારી હતી. . માતા એ પુત્રી પર ગુસ્સો કર્યા બાદ પુત્રીને ઝેર ઘોળીને પીવરાવી દેતા પુત્રીનું મોત થયું હતું,પુત્રીના મોતથી હતપ્રભ બની ગયેલી માતાએઅં ગળાફાંસો ખાઈ ને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સમયસર સારવાર મળતા માતાનો આબાદ બચાવ થયો હતો અને તેની સેલવાસની વિનોભાભાવે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે દીકરીની હત્યા મામલે આરોપી માતા સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આવેશમાં ભરાયું પગલું,હવે પસ્તાવો
સેલવાસના લવાછામાં રહેતી એક માતાએ ત્રણ વર્ષની સૌથી નાની પુત્રીને ઉંદર મારવાની દવા પીવડાવી પોતે પણ ફાંસો ખાઇ લીધાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. દરમિયાન, મોટી પુત્રી માતાને ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કરતા જોઈ ગઈ,જેથી પુત્રીએ પિતાને બોલાવી, માતાને બચાવી હતી. પરંતુ નાની બહેનને બચાવી શકાય નહોતી. હવે ડુંગરા પોલીસે માતા સામે જ પુત્રીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એવો ક્યા આક્રોશ કે આવેશ હશે કે ત્રણ વર્ષીય પુત્રીને ઝેરી દવા પીવરાવતા માતાનો જીવ ચાલ્યો હશે, તે અંગે લોકોમાં ચર્ચા થઇ રહી છે