બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / In Saurashtra, 10 coins were automatically banned by the people

અફવાથી બચજો / સૌરાષ્ટ્રમાં 10ના સિક્કા લોકોએ આપમેળે જ કરી દીધા પ્રતિબંધિત,રિયાલિટી જાણશો તો ચોંકી જશો

Vishnu

Last Updated: 12:03 AM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાનાં દરિયાઈ પટ્ટીનાં તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં રૂપિયા 10 નાં સિક્કા અને રૂપિયા પાંચની નોટ ન ચાલતી હોવાનું સામે આવતા આશ્ચર્ય

  • સૌરાષ્ટ્રમાં 10ના સિક્કાનું નથી કોઈ લેવલા!
  • 5ની ચલણી નોટ પણ નથી ચાલતી દુકાન પર 
  • શું કોઈ વહેમના કારણે લોકો નથી સ્વિકારતા સિક્કા?

પહેલાના જમાનામાં જ્યારે દાદા-દાદી કેમ મમ્મી-પપ્પા એક રૂપિયાનો કે, પાંચ રૂપિયાનો સિક્કો આપી દે.તો બાળક ખુશ થઈ જતુ હતું.પરંતુ હાલના સમયમાં જો નાના બાળકને 5 રૂપિયાની નોટ કે, 10 રૂપિયાનો સિક્કો કોઈ આપી દે તો બાળક તેને હાથ પણ નથી અડાળતું.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં.કારણ કે, 10 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાની ચલણી નોટને સૌરાષ્ટ્રમાં કોઈપણ દુકાનદાર લેવા જ તૈયાર નથી. તેનું મુલ્ય જાણે ત્યાં ઝીરો બની ગયું છે.ત્યારે શા માટે સૌરાષ્ટ્રમાં કોઈપણ દુકાનદાર 10નો સિક્કો અને 5 રૂપિયાની ચલણી નોટ નથી સ્વિકારતા

સૌરાષ્ટ્રમાં નથી સ્વિકારતા 10 રૂપિયાના સિક્કા? 
ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ,ઉના, કોડીનાર,ગિરગઢડા, તાલાળા અને સુત્રાપાડા તાલુકામાં તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં જે સરકારી ચલણ છે તેવા રૂપિયા 10 નાં સિક્કા અને રૂપિયા પાંચની નોટ ચાલતી નથી...! છે..ને આશ્ચર્યની વાત..! જી હા ખરા અર્થમાં ચાલતી નથી.કોઈપણ જગ્યાએ કોઈ ગ્રાહક ખરીદી કરવા જાય ત્યારે તે ગ્રાહક વેપારીને 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ વસ્તુની ખરીદીના બદલામાં આપે ત્યારે આ ચલણ કેટલાક વેપારીઓ સ્વીકારવાની ના પાડે છે.સામે પક્ષે કોઈ ગ્રાહક પણ માલ ખરીદ બાદ પરત ચુકવણી રકમમાં 10 નાં સિક્કા કે પાંચ રૂપિયાની નોટ સ્વીકારતો નથી.એક રાશનની દુકાને રાશન ખરીદવા આવેલા ગ્રાહકોને દુકાનદાર તેની વધતી રકમના બદલામાં 10નાં સિક્કા આપે છે ત્યારે ગ્રાહક એ સિક્કા લેવાનો ઈન્કાર કરે છે.જવાબમાં જણાવે છે કે 'આ ચાલતા નથી...!!' બેંકમાં દેવા જાય તો ત્યાં લાઈનમાં ઉભા રહેવું પડે છે.અને ખાસ કરીને નાના વર્ગના લોકોને બેન્ક સાથે કોઈ વિશેષ લેવડ દેવડ હોતી નથી...તેઓએ તે એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ ખર્ચ કરવાનો હોય છે.ત્યારે બીજી જગ્યાએ કોઈ 10 ના સિક્કા કે પાંચ રૂપિયાની નોટ સ્વીકારવા માં આવતી નથી.

ખોટી અફવાઓના કારણે લોકો સિક્કા નથી સ્વિકારતા
ગીર સોમનાથ નાં કોડીનારનાં રાશનના વેપારીને અમોએ પૂછ્યું કે, તમે આ ચલણ સ્વીકારો છો...?' તેના પ્રત્યુત્તરમાં વેપારીએ જણાવ્યું કે, જરૂર...રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ અમે તો કોઈપણ ગ્રાહક પાસેથી સ્વીકારીએ છીએ.પરંતુ સમસ્યા એ છે કે ગ્રાહકો સ્વીકારતા નથી.' આ વેપારી પાસે 5 હજાર રૂપિયાના 10 નાં સિક્કા અને 5 હજાર રૂપિયાની પાંચની નોટો પડેલી છે.બેંક સિવાય અન્ય કોઈ તે સ્વીકારતું નથી...અને બેંકમાં ભરવા કે બદલવા જાય તો લાઈનમાં ઉભું રહેવું પડે છે.સમયનો વ્યય થાય છે.આવું જાજુ ચલણ એક સાથે બેંકમાં ભરવા જાઈએ ત્યારે બેન્ક કર્મચારી પણ મો બગાડે છે.રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ સરકારી ચલણ છે.દરેકે સ્વીકારવું જ રહ્યું.આ બંને ચલણ વ્યવહાર માંથી પાછું ખેંચાયું નથી કે ડી મોનિટાઈઝ કરાયું પણ નથી.એક સમય પણ એવો હતો કે પરચુરણની તંગી હતી ત્યારે લોકો ગમે તેવી જર્જરિત પાંચની નોટો પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને પણ ચલાવતા.અને સિકાની જગ્યાએ રેવન્યુ સ્ટેમ્પનો પણ ઉપયોગ કરતા હતા.ત્યારે પ્રશ્ન એ છે કે લોકો અફવાનો ભોગ ન બને અને આ સંદર્ભે બેંકો અને આર.બી.આઈ.પણ જાહેર ખુલાસો કરે તે આવશ્યક છે.

વકીલનું આ મુદ્દે શું કહેવું છે?
મોટાભાગના ગીર વિસ્તારમાં રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ ન ચાલતી હોવા અંગે અમે વિદ્વાન એડવોકેટનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ જણાવ્યું કે, રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ હજુ પણ ચલણમાં જ છે.તે લેવાનો કોઈ વેપારી કે ગ્રાહક ઈન્કાર ન કરી શકે.' આ સંદર્ભે આર.બી.આઈ.એક્ટ 1934 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986  અંતર્ગત સરકારી ચલણનું અવમૂલ્યન કરવા બદલ ગંભીર પ્રકારના શિક્ષાત્મક પગલાં પણ લઈ શકાય છે.આ ઉપરાંત આ ચલણ કોઈ ન સ્વીકારે તો આર.બી.આઈ.નાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ પણ નોંધાવી શકાય છે.દરેક ભારતીય નાગરિકની નૈતિક ફરજ બને છે કે અફવામાં ન આવતા રૂપિયા 10 નાં સિક્કા અને પાંચની નોટ સ્વીકારવી જ જોઈએ.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ