ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Raniyar village of Dahod, women walk on embers to fulfill their wishes
ADVERTISEMENT
ADVERTISEMENT
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયારમાં લોકો પોતાની મુરાદ પૂરી કરવા ધૂળેટીના દિવસે ધગધગતા અંગારા પર ચાલીને પરંપરા નિભાવે છે. મહત્વની વાત એ છે કે, પુરુષોની સાથે મહિલાઓ પણ આ પરંપરામાં ભાગ લે છે. આ વખતે કોરોનાના પગલે તથા ઝાલોદ તાલુકાની અંદર વધતા જતા કોરોનાના કેસના કારણે રણીયાર ગામે ચૂલની પરંપરાગત વિધિ કરાઈ હતી. તો સાથે મેળો સ્થગિત કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
દાહોદ જિલ્લાનો એક આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે. જ્યાં આદિવાસી સમૂદાયનો સૌથી મોટો તહેવાર એટ્લે હોળી છે. દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે. ત્યારે હોળીના ૫ દિવસ પહેલા એટ્લે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો મેળો રણિયાર ગામે એટ્લે ''ચુલનો મેલો'' હોળીના બીજા દિવસ ધૂળેટી નિમિત્તે ઉજવાય છે. ઝાલોદના રણિયારમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચુલના મેલાનું અનેરું મહત્વ છે. આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદીરના પંટાગણમાં યોજાય છે.

ADVERTISEMENT
ચુલમાં અંગારા કરવા માટે ગામના ઘરે-ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચુલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઉંડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઇને સૌથી પહેલા ચાલતા હોય છે. ત્યાર બાદ ગરમ ચુલમાં ચાલવામાં આવે છે. ત્યારે એજ ખાડામાં સુકાલાક્ડા મુકીને સળગાવવામાં આવતા હોય છે.

ADVERTISEMENT
આ ચુલના મેળામા ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડ્તા કે નથી તો કોઇ બીમારી થતી. ત્યારે ઝાલોદ તાલુકાના રણીયારમા ચુલના મેળામાં લોકો અંગારામાં ચાલીને પોતાની માનતા પુરી કરતા હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ