બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / રાજકોટ / In Rajkot Congress, factionalism persists after assembly elections

રાજકોટ / કોર્પોરેટરની એક સીટ આવવાથી કોંગ્રેસ સત્તામાં....: આડકતરી રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર હેમાંગ વસાવડાએ તાક્યું નિશાન

Dinesh

Last Updated: 04:53 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ જૂથવાદ યથાવત જોવા મળી રહ્યો છે જે બાબતે કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે, 'પક્ષની આંતરિક બાબત છે તે અંગે પ્રદેશ નેતા નિણર્ય લેશે'

  • રાજકોટ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ જૂથવાદ યથાવત
  • કોર્પોરેટરની એક સીટ આવવાથી કોંગ્રેસ સત્તામાં આવી જવાની નથી: હેમાંગ વસાવડા
  • પક્ષની આંતરિક બાબત છે તે અંગે પ્રદેશ નેતા નિણર્ય લેશે- હેમાંગ વસાવડા


વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર રાજકોટ કોંગ્રેસમાં જૂથવાદનો મામલો ગરમાયો છે. રાજકોટ કોંગ્રેસના જૂથવાદ મામલે હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે. હેમાંગ વસાવડાએ આડકતરી રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર નિશાન તાક્યું હતું.
 
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનું નિવેદન
રાજકોટ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી બાદ જૂથવાદ યથાવત જોવા મળી રહ્યો છે. જે મામલે કોંગ્રેસ નેતા હેમાંગ વસવાડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસની આંતરિક બાબત હતી અને મીડિયા સમક્ષ કેમ પહોંચી તે આશ્ચર્યની વાત છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કારમી હારનો સામનો કરી રહી છે અને કોંગ્રેસને હરાવનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વસાવડાએ કહ્યું કે, પક્ષની આંતરિક બાબત છે તે અંગે પ્રદેશ નેતા નિણર્ય લેશે. તેમણે ઉમેર્યું કે, એકવાર પગલાં લઈ પક્ષવિરોધીઓ માટે દાખલો બેસાડવો જોઈએ. કોર્પોરેટરની એક સીટ આવવાથી કોંગ્રેસ સત્તામાં આવી જવાની નથી.

હેમાંગ વસાવડાની ફાઈલ તસવીર

કોંગ્રેસે જાહેર કર્યું વિપક્ષ નેતાનું નામ
છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી, તેની આજે જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવાયા છે. શૈલેષ પરમાર દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અમિત ચાવડા આંકલાવના ધારાસભ્ય છે. 

આંકલાવ બેઠક પરથી બાજી મારી ગયા હતા અમિત ચાવડા
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી આણંદ જિલ્લાની આંકલાવ બેઠક પર અમિત ચાવડાની ફરી જીત થઈ હતી. આ બેઠક પર કોંગ્રેસે ફરી અમિત ચાવડાને રિપીટ કર્યા હતા અને લોકોએ ફરી ફરી કોંગ્રેસના આ ઉમેદવારને જ પસંદ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ