બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / આરોગ્ય / in monsoon eating corn keeps the skin healthy health care tips

તમારા કામનું / સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ, ખૂબ જ ફાયદાકારક છે 'મકાઈનો ભુટ્ટો', આ રીતે ડાયેટમાં કરો શામેલ

Arohi

Last Updated: 06:47 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકાઈ સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. એવામાં અમે તમને અહીં જણાવીશું કે ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે?

  • ચોમાસામાં ડાયેટમાં શામેલ કરો મકાઈ 
  • મકાઈ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે ફાયદો 
  • સ્કીન પણ રહે છે સ્વસ્થ્ય 

ચોમાસામાં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્યને સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મકાઈમાં ફાઈબર, વિટામિન એ, કેરોટીનોઈડ વગેરે હોય છે. તમે ઈચ્છા અનુસાર મકાઈનું સેવન કરી શકો છો. એવામાં અમે તમને અહીં જણાવીશું કે ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.

ચોમાસામાં મકાઈ ખાવાના ફાયદા
પાચન તંત્ર

ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી પાચન સંબંધી ફરિયાદો દૂર થાય છે. મકાઈમાં સારી માત્રામાં ફાઈબર હોય છે તેનું સેવન કરવાથી તમને ચોમાસામાં પેટમાં દુખાવો, અપચોની સમસ્યા, ગેસ વગેરે નહીં થાય. તમને જણાવી દઈએ કે મકાઈને કફની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

રોગપ્રતિકારક શક્તિ વધશે
ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે લોકો રોગોનો ભોગ બને છે. ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમને જણાવી દઈએ કે મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક કોષો મજબૂત થાય છે. એટલા માટે તમે દરરોજ મકાઈનું સેવન કરી શકો છો.

સ્કીન રહેશે હેલ્ધી 
ચોમાસામાં સ્કીનમાં ફોલ્લીઓ અને લાલાશની સમસ્યા વધી જાય છે. આ દરમિયાન તમારે મકાઈનું સેવન કરવું જોઈએ. મકાઈમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને રિપેર કરે છે.

ચોમાસામાં ડાયેટમાં આ રીતે મકાઈનો કરો સમાવેશ 
કોર્ન સૂપ રેસીપી

ચોમાસામાં તમે કોર્ન સૂપ પી શકો છો. મકાઈનો સૂપ બનાવવા માટે કૂકરમાં મકાઈના દાણા, બે કપ પાણી અને થોડું મીઠું નાખી 2 થી 3 સીટી લઈ પછી મકાઈના દાણાને પીસીને પ્યુરી બનાવી લો. તેને એક કડાઈમાં મૂકો અને પ્યુરીને ફ્રાય કરો. હવે તેમાં લીલા ધાણા અને કાળા મરી નાખીને મિક્સ કરો. પછી ગરમ સૂપ લો.

કોર્ન સેન્ડવિચ રેસીપી
તમે ચોમાસામાં કોર્ન સેન્ડવિચ પણ બનાવી શકો છો. હોલ ગ્રેન બ્રેડમાં લીલા ધાણાની ચટણી નાખો. તેના પર બાફેલી મકાઈના દાળ અને અન્ય શાકભાજી મૂકો. સેન્ડવિચને શેકીને ખાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ