ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ફરી દીપડાએ બાળકી પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. બાળકીના મોતને લઈને બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડાયો આવ્યો હતો.
ઉપલેટાના મેરવદર ગામમાં દીપડાનો આતંક
દીપડાના હિંસક હુમલામાં 3 વર્ષની બાળકીનું મોત
પરિવાર ખેતરમાં કામ કરતો હતો ત્યારે બની ઘટના
ઉપલેટા તાલુકાના મેરવદર ગામે ફરી દીપડાએ બાળકી પર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. બાળકીના મોતને લઈને બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખાતે ખસેડાયો આવ્યો હતો ત્યારે બાળકીના દાદી હતું કે તેઓ ગઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા એ સમય દરમિયાન દિપડો ત્રાટકયો હતો અને બાળકીને લઈને નાસી ચુક્યો હતો જોકે સ્થાનિક હોય કરતા દીપડાએ બાળકીને મૂકી દીધી હતી આ ઘટના બાદ ઘાયલ બાળકીને તાત્કાલિક ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી.
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
પરપ્રાંતિય પરિવાર ખેતી કામ કરી ગુજરાન ચલાવે છે
આ પરપ્રાંતિય પરિવાર ઉપલેટા ના પ્રકાશભાઈ માધવજીભાઈ કરડાણી નામના ખેડૂત વાડી આવીને કામ કરી રહ્યો છે. આ પરિવાર મૂડ મધ્યપ્રદેશનું હોવાનું સામે આવ્યું છે તેમજક ના પિતા નું નામ નોરવેલ ભાઈ ખરાડી હોવાનું સામે આવ્યું હતું મૃતક બાળકીની ઉંમર ત્રણ વર્ષની છે. બાળકીનું નામ લક્ષ્મી છે.ડોક્ટરની પ્રાથમિક તપાસમાં ઈજાગ્રસ્ત લક્ષ્મીને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું પોહચી હોવાનુ સામે આવ્યું હતું.. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં પણ માતમ છવાયો છે.
થોડા સમય પહેલા દીવના દરિયા કિનારે દીપડો દેખાયો હતો
થોડા સમય પહેલા ગીર સોમનાથ નજીક આવેલ દીવ દરિયા કિનારો હોઈ રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવતા હોય છે. ત્યારે આજે દીવના નાગવા બીચના દરિયા કિનારે એકા એક દીપડાએ દેખા દેતા પ્રવાસીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દીપડો દેખાતા થોડાક સમય માટે પર્યટકોમા નાસભાગ મચી જવા પામી હતી. દીપડો દેખાયાની જાણ વન વિભાગને કરતા વન વિભાગ દ્વારા પાંજરા મૂકીને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડો દેખાતા ત્યાં રહેલા પર્યટકોએ પોતાના મોબાઈલમાં દીપડાનો વીડિયો પણ ઉતાર્યો હતો.
સોનરડી ગામે દીપડાએ બાળકી પર હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું હતું
થોડા સમય અગાઉ જૂનાગઢના સોનરડી ગામે દીપડાએ આતંક મચાવ્યો છે. ત્યારે દીપડાએ અચાનક આવી બાળકી પર હુમલો કર્યો હતો. બાળકી પર હુમલો કરતા ઘાયલ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજવા પામ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગે દીપડાને પાંજરામાં પૂરવાની કામગીરી હાથ ધરી હતી.