જૂની અદાવતમાં ઝઘડો,માતા-પુત્ર પર તૂટી પડ્યું ટોળું

By : kavan 11:16 PM, 08 June 2018 | Updated : 11:16 PM, 08 June 2018
કચ્છના આદિપુરમાં જૂના ઝગડાની અદાવકમાં આઠથી વધુ લોકો દ્વારા માતા-પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આદિપુરના મણીનગર વિસ્તારમાં વસવાટ કરતા અમૃતબેન ચારણ અને તેમના પુત્ર મનોજ ચારણ ઘરે હતા. તે દરમિયાન તેમના જ સમાજના આઠથી વધુ લોકો તેમના ઘર પાસે આવ્યા હતા.

ઘરે અચાનક ધસી આવેલા લોકોએ લાકડી ધોકા વડે અમૃતબેન અને તેમના પુત્ર ઉપર તૂટી પડ્યા હતા. અમૃતબેન અને તેમના પુત્ર મનોજને ઈજાઓ થતા સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જોકે આ માર માર્યાની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. આ બનાવ અંગે આદિપુર પોલીસે 8 જેટલા લોકો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.Recent Story

Popular Story