બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Kalol alone, more than 200 cases of epidemics were reported by the collector

ગાંધીનગર / એકલા કલોલમાં રોગચાળાના 200થી વધુ કેસ આવતા કલેક્ટરે અધિકારીઓનો લીધો ઉધડો

Mehul

Last Updated: 06:50 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા જિલ્લા  કલેક્ટરની ઓચિંતી મુલાકાત પહોચ્યા

  • ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગચાળો 
  • પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાયા 
  • જિલ્લા કલેકટરે સિવિલની મુલાકાતમાં ઉધડો લીધો 

મહેસાણાના વિસનગરમાં ત્રણ દિવસ પહેલા થયેલા ખોરાકી ઝેરની અસરના કતાર બંધ કેસ પછી હવે ગાંધીનગરના કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કલોલમાં પાણીજન્ય રોગના 200થી વધુ દર્દીઓ નોંધાતા જિલ્લા  કલેક્ટરની ઓચિંતી મુલાકાત પહોચ્યા હતા. કલોલની  સિવિલ હોસ્પિટલની  ફરિયાદો મળતા કલેક્ટરે  હોસ્પિટલનાંઅધિકારીઓની રીતસર ઝાટકણી કાઢી હતી. આ બનાવમાં 14 દર્દીઓની હાલત ગંભીર થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કાલોલમાં પાણીજન્ય રોગચાળો વધતા રોગચાળો વધતા તંત્ર દ્વારા 30 ટીમો બનાવી 2921 ઘરમાં સર્વે કરાયો છે. 

બદલાયેલા વાતાવરણમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.મહેસાણા જિલ્લાના સરકારી દવાખાનાઓમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. મહેસાણા શહેર જ નહી જિલ્લામાં રોગચાળાએ માથુ ઊંચક્યું હોવાની પણ ભીતિ સેવાઈ રહી છે.

પાણીજન્ય રોગચાળાના કેટલાક કારણો 

આ અંગે ડૉ. જૂઝેર રંગવાલા (ઇન્ટરનલ મેડિસિન અને ડાયાબિટોલોજિસ્ટ) નાં જણાવાયા પ્રમાણે, પાણીજન્ય રોગો મુખ્ય બે કારણો છે: પ્રદૂષણ ઉદાહરણ તરીકે, ઔદ્યોગિક પ્રદૂષણને કારણે કે કૃષિ રસાયણોનાં વધારે પડતાં ઉપયોગને કારણે પાણીનાં પુરવઠામાં રસાયણો, નાઇટ્રેટ કે ભારે ધાતુઓનું ખતરનાક સ્તર.

ગંદકી અને પ્રદૂષણઃ બેક્ટેરિયા, વાયરસ અને પરોપજીવો અદ્રશ્ય રીતે પાણીને પ્રદૂષિત કરે છે અને રોગનું કારણ બને છે. એમાંથી ઘણું બધું પ્રદૂષણ પશુઓ અને માનવીય કચરો સાથે સંપર્કમાં આવેલા પાણીનાં ઉપયોગને કારણે થાય છે. ફક્ત એક ગ્રામ મળ 100 અબજ સૂક્ષ્મ જીવાણો ધરાવી શકે છે.

શી તકેદારી રાખશો ? 

હાલમાં બેવડી સીઝન ચાલે છે. હોળી-ધૂળેટીના પર્વ સુધી આ સીઝન રહી શકે છે ત્યાર બાદ, પ્રખર ગરમી પોતાનું મૂળ રૂપ ધારણ કરી શકે છે. કેન્દ્રિય હમાન વિભાગ કહે છે તેમ , માર્ચમાં જ દનૈયા તપશે અને સંભવત; રેકર્ડ બ્રેક ગરમી માર્ચના અંતમાં પડી શકે છે. આ વચ્ચે, પાણી જન્ય રોગચાળાથી બચવા કેવી તકેદારી રાખવી જોઈએ. તે અંગે પણ ડૉ. રંગવાલા કેટલાક ઉપાય સૂચવે છે.   

પાણી સ્વચ્છ દેખાય તથા કોઈ પણ રેતી અને કચરાથઈ મુક્ત હોય એવી ખાતરી કરો. તમને દેખાતી કોઈ પણ પ્રકારની ગંદકી પાણીમાં દૂર કરવા એને ગાળી શકો છો.

  •  સ્વચ્છ અને સુરક્ષિત પાણી જ પીવો. સ્વચ્છ પીવાલાયક પાણીનું સેવન કરો અથવા એવા પાણીનો ઉપયોગ કરો, જેની ટ્રીટમેન્ટ વોટર પ્યોરિફાયર્સ સાથે થઈ ગયો. અનટ્રીટેડ વોટરનો ઉપયોગ ન કરો.
  •  સંગ્રહ કરેલા પાણીનો પાછળથી ઉપયોગ કરવા જીવાણુઓથી મુક્ત અને સ્વચ્છ હોય એવી ખાતરી કરો.
  •  જો નહાવાનું પાણી ચોખ્ખું ન હોય, તો નુકસાનકારક બેક્ટેરિયામાંથી છૂટકારો મેળવવા એન્ટિસેપ્ટિક લિક્વિડ ઉમેરો
  • ટોઇલેટનો ઉપયોગ કર્યા પછી, ભોજન બનાવતાં અગાઉ અને બની ગયા પછી, ભોજન લેતાં અગાઉ અથવા કશું પણ પીતા અગાઉ સાબુ સાથે હાથને બરોબર ધોઈને હાથની સ્વચ્છતા જાળવવાની ટેવ પાડો
  •  જ્યારે બાળકો રમીને ઘરમાં પ્રવેશ કરે, ત્યારે હંમેશા હાથ ધોવાની ટેવ પાડો અને દરેક વ્યક્તિએ ઘરમાં પ્રવેશીને સૌપ્રથમ હાથ ધોવા જોઈએ
  •  ખાતરી કરો કે, ખાદ્ય પદાર્થો ધોયેલા હોય તથા નુકસાનકારક બેક્ટેરિયા અને અન્ય નુકસાનકારક જીવાણુઓથી મુક્ત બરોબર રાંધેલા હોય
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ