બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / in Hyderabad 17-year-old Sagira gangraped in Mercedes, accused include MLA's son

દુષ્કર્મ / હૈદરાબાદ : મર્સિડીઝમાં 17 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ, આરોપીઓમાં MLAનો પુત્ર પણ સામેલ

ParthB

Last Updated: 02:33 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદમાં મર્સિડીઝ કારમાં સગીરા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓમાં હાઈપ્રોફાઈલ નામ સામેલ છે.

  • હૈદરાબાદમાં મર્સિડીઝ કારમાં એક સગીરા સાથે ગેંગરેપ
  • હજુ સુધી આ કેસમાં કોઈની નથી થઈ ધરપકડ
  • આરોપીઓમાં હાઈપ્રોફાઈલ નામ સામેલ છે 

હજુ સુધી આ કેસમાં કોઈની નથી થઈ ધરપકડ

હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં સગીર બાળકી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીમાં ત્રણથી ચાર લોકો સામેલ છે. જેમાંથી એક સગીર છે. અન્ય આરોપીઓમાં એક વિધાયકનો પુત્ર છે,. પીડિતાના પિતાની તરફથી પોલીસમાં ફરિયાદ નોધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે કોઈની પણ ધરપકડ થઈ નથી

પીડિતાના પિતાએ જ્યુબિલી હિલ્સ પોલીસ ફરિયાદ નોધાવી 

પોલીસે બુધવારે જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હાઇ પ્રોફાઇલ કેસના તથ્યોની પુષ્ટિ કરતી ટેકનીકલ તપાસ શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના શનિવારની છે.પ્રારંભિક તપાસમાં પોલીસે આઈપીસીની કલમ 354, 323,9,10, પોસ્કો એક્ટ 2012 અંતર્ગત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાં 17 વર્ષીય પીડિતાની મેડિકલ તપાસ બાદ પોલીસે આઈપીસી 376ની કલમ પણ ઉમેરી દીધી છે. 

પીડિતા માત્ર એક આરોપીની ઓળખી શકે છે. 

જણાવવામાં આવી રહ્યુ છે કે, પીડિતા તેના મિત્રોના આમંત્રણ પર એક પાર્ટીમાં ભાગ લેવા ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિતોમાંથી એક ધારાસભ્યના પુત્ર અને લઘુમતી બોર્ડના ચેરમેન હાજર રહ્યા હતા. હાલમાં, પીડિતા ફક્ત એક જ આરોપી અને તેના નામની ઓળખ કરી શકે છે . જણાવવામાં આવી રહ્યું છે કે, આ આરોપી સગીર છે. 

સગીરા 28મી મેના રોજ પાર્ટીમાં હાજરી આપવા ગઈ હતી

પીડિતાના પિતાના એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર 28મી મેના રોજ તેમની મોટી દિકરી એક પાર્ટીમાં ગઈ હતી. એમ્નેશિયા એન્ડ ઇન્સોમ્નિયા પબ, રોડ નંબર 36, જ્યુબિલી હિલ્સમાં, તેની પુત્રીના મિત્રો સૂરજ અને હાદીએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં તેણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પીડિતાના પિતાએ જણાવ્યું કે, સાંજે લગભગ પાંચ વાગ્યે લાલ રંગની મર્સિડીઝમાં કારમાં કેટલાક લોકોએ મારી દિકરીને પબથી લઈ ગયા હતાં દરમિયાન એક ઈનોવા કાર પણ બહાર નીકળી હતી. કાર સવાર લોકો મારી દિકરી સાથે દુર્વ્યહાર કર્યો હતો. ત્યારથી મારી દીકરી આઘાતમાં છે. હાલ તે સમગ્ર ઘટનાનો ખુલાસો કરી શક્યો નથી. પીડિતાના પિતાએ માંગ કરી છે કે મામલાની તપાસ કરીને આરોપીઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ