બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat, GIDC industrialists will get Rs 500 crore relief

મહત્વનો નિર્ણય / GIDC ઉદ્યોગકારો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રૂ.500 કરોડની રાહત-સહાયની કરાઈ જાહેરાત

Shyam

Last Updated: 09:38 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં GIDC ઉદ્યોગકારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો, ઉદ્યોગકારોને રૂ.500 કરોડની રાહત-સહાય મળશે, કોરોના અસરથી ઉદ્યોગકારાને મદદ કરશે સરકાર

  • GIDC ઉદ્યોગકારો માટે રાજ્ય સરકારનો મહત્વનનો નિર્ણય
  • GIDCના ઉદ્યોગકારોને રૂ.500 કરોડની રાહત-સહાય મળશે
  • કોરોના અસરથી ઉદ્યોગકારાને મદદ કરશે સરકાર

CM રૂપાણીએ રાજ્યના ઊદ્યોગકારો-ઔદ્યોગિક વસાહતોને કોવિડ-19ની બીજી લહેરની અસર બાદ રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. GIDCvના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઊદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની બેઠકમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. 

  • GIDCના ઊદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે
  • ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા-મોટેરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી-વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં
  • GIDCની ઔદ્યોગિક અને રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલ ભાવવધારો નાણાંકીય વર્ષ 2021-22 માટે મોફૂફ રખાયો- ગત વર્ષ 2020-21ના ફાળવણી દર યથાવત
  • જે ઊદ્યોગકારો દ્વારા અગાઉની નીતિ અંતર્ગત સમય મર્યાદાનો લાભ મેળવી શકેલ નથી તથા જેઓએ માર્ચ ૨૦૨૨ સુધી લાભ મેળવેલ છે તેવા ઊદ્યોગકારોને માર્ચ ૨૦૨૩ સુધી વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી.  
  • કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઊદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકુળ સહાયથી પૂન:બેઠા થવા માટેની રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા
  • આ અગાઉ કોરોનાની પ્રથમ લહેર પછી રાજ્યના ઊદ્યોગ-વેપાર જગતને પૂન: વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા મુખ્યમંત્રીએ રૂ. 14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજ અન્વયે GIDC દ્વારા 14 યોજનાઓ હેઠળ 31,166 ઊદ્યોગકારોને 407.72 કરોડના લાભ મળ્યા છે.
  • મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ ઊદ્યોગ સંગઠનો, ગુજરાત વેપારી મહામંડળ અને FIA દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આ આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે.
  •     મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ સકારાત્મક પ્રતિસાદ આપીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- GIDCને જરૂરી કાર્યવાહી માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.
  •     આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધુ ઉદ્યોગોને મળશે.
  •      આ નિર્ણયને પરિણામે ઊદ્યોગકારોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવાથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થશે.
  •     એટલું જ નહીં, ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નિતી અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં 
  • આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નિતી અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઊદ્યોગકારોને લાભ મળશે.
  • GIDCના મેનેજિંગ ડિરેક્ટરશ્રીએ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં લેવામાં આવેલા અન્ય નિતી વિષયક નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી. 
  • GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત્ત અસરોને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧|૨૨ માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦|૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઊદ્યોગકારોને મળશે. 
  • તદઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ : ૨૦૨૧|૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત્ રાખવામાં આવ્યો છે.
  • GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નકશા મંજુર કરતી વખતે સર્વિસ અને એમીનીટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ .૫૦ વસુલ કરવામાં આવે છે. 
  • આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરીયાતવાળા (Mandatory) કામો, ઊદ્યોગકારોની મિલ્કતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
  • ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૦૯-૨૦૧૯થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે. 
  • તે અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ. ૫ લેખે વસુલાત કરી તે પૈકી રૂ.૩ નિગમે વસાહતોના નવીનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ .૨ જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની નિભાવણી માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસીએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર મુજબ વસુલ થયેલ "ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ" પૈકી રૂ.૨ લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.૨ લેખે વસુલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.૩૩.૨૪ કરોડ સંબંધિત ૫૯ વસાહત મંડળને નિભાવણી ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે.
  • આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યના નાના-મોટા, લધુ-મધ્યમ ઉદ્યોગોને પૂન: બેઠા થઇ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત કરવા દર્શાવેલી આ સંવેદના ઉદ્યોગો માટે પ્રોત્સાહક બનશે તેમ પણ શ્રી થેન્નારસને જણાવ્યું હતું. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ