Team VTV10:46 PM, 21 Mar 23
| Updated: 10:50 PM, 21 Mar 23
સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી છે. સરકારી જનરલ હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે.
બોન્ડમાંથી મુક્તિ માટે MBBS ડૉક્ટર પાસેથી 20 લાખ લેવાય છે
સરકારી જનરલ હોસ્પિટલોમાં 4,644 જગ્યાઓ ખાલી છે
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે સરકારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો ખોલી દીધા છે. પણ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરોની ઘટને પગલે ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને આરોગ્ય સેવાનો પુરતો લાભ નથી મળતો. તબીબો MBBSની ડિગ્રી તો મેળવી લે છે પણ બાદમાં જ્યારે ફરજ પર હાજર થવાનો સમય આવે છે ત્યારે બોન્ડની રકમ ભરીને છટકી જાય છે. હાલ સરકાર આવા તબીબો પાસેથી 20 લાખ રૂપિયા બોન્ડનો દંડ લે છે. તો વળી ડૉક્ટરો બોન્ડની રકમ ભરીને PGની ટ્રેનિંગમાં જોડાઈ જાય છે. તો કેટલાક જિલ્લાઓ એવા છે જ્યાં આ તબીબો ફરજ પર જવા નથી માગતા. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 359 બોન્ડેડ ડોક્ટરો પાસેથી સરકાર દંડની રકમ પણ વસૂલી નથી શકી.
તબીબો ફરજ પર હાજર ન થતાં પિસાવાનો વારો તો ગ્રામ્ય વિસ્તારના દર્દીઓનો જ આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ધક્કા ખાધા બાદ આ દર્દીઓને નજીકના મોટા શહેરોમાં જઈને કે પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. ત્યારે સવાલ એ છે કે સરકારના જ પૈસે ડોક્ટર બનીને મનમાની કરતા ડોક્ટરો વિરુદ્ધ સરકાર કાર્યવાહી કે કડક વલણ કેમ નથી દાખવતી?.. ગ્રામ્ય વિસ્તારની સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ કેમ? સરકારની બોન્ડ પોલિસીની કડક અમલવારીમાં કોઈ મુશ્કેલી છે? તબીબોના અભાવે ગ્રામ્ય વિસ્તાર સારી આરોગ્યસેવાથી વંચિત કેમ રહે?.
ડૉક્ટરો કેમ નથી થતાં ફરજ પર હાજર?
MBBS પૂર્ણ થયા બાદ ડૉક્ટરો PG માટેની તૈયારી કરતા હોય છે તેમજ આવા ડૉક્ટર ગ્રામ્ય વિસ્તારમાં સેવામાં જોડાઈ શકતા નથી. કોઈ ડૉક્ટર સેવા આપવા તૈયાર થાય તો પ્રેક્ટિસ માટેના સર્ટિફિકેટ મળવામાં મુશ્કેલી થાય છે. બોન્ડમાંથી મુક્તિ માટે MBBS ડૉક્ટર પાસેથી 20 લાખ લેવાય છે. PG ડૉક્ટરને 60 લાખમાં બોન્ડમાંથી મુક્તિ મળી જાય છે
સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં તબીબોની અછત!
સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી છે. સરકારી જનરલ હોસ્પિટલ, સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં વર્ગ-1 થી 3ની મંજૂર થયેલી 41 હજાર જેટલી જગ્યાઓમાં 50 ટકા ખાલી છે. સરકારી જનરલ હોસ્પિટલોમાં 4,644 જગ્યાઓ ખાલી છે તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 3,916 જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં 3,495 જગ્યાઓ ખાલી પડી છે.
કયા જિલ્લામાં કેટલા ડૉક્ટર નથી થયા હાજર?
જિલ્લો
હાજર ન થયેલા ડૉક્ટર
બનાસકાંઠા
23
અમદાવાદ
4
મહેસાણા
7
ગાંધીનગર
1
ભરૂચ
14
નર્મદા
10
અરવલ્લી
4
વલસાડ
7
છોટાઉદેપુર
20
દાહોદ
33
કચ્છ
32
મોરબી
10
ડાંગ
10
દ્વારકા
14
બોટાદ
11
ભાવનગર
5
બરોડા
1
રાજકોટ
7
જામનગર
14
મહીસાગર
10
પંચમહાલ
11
ગીર-સોમનાથ
06
અમરેલી
14
આણંદ
2
ખેડા
5
જૂનાગઢ
5
સાબરકાંઠા
4
સુરત
21
પાટણ
10
સુરેન્દ્રનગર
25
નવસારી
9
તાપી
9
આ ડોક્ટરો સેવા કેમ નથી આપતા
સરકારના પૈસે ડૉક્ટર બની ગ્રામીણક્ષેત્રમાં સેવા આપતા ડૉક્ટર નથી. ગુજરાતમાં બે વર્ષમાં 359 ડૉક્ટર ફરજ પર હાજર થયા નથી. સરકારે જવાબમાં હાજર ન થયેલા ડૉક્ટરનો ઉલ્લેખ કર્યો હતો. આવા ડૉક્ટર પાસેથી બોન્ડની રકમ વસૂલવામાં આવે છે. MBBS ડૉક્ટર પાસેથી સરકાર 20 લાખ રૂપિયા ચાર્જ વસૂલે છે. 359 ડૉક્ટર પાસેથી વસૂલી પેટે 18 કરોડ 25 લાખ રૂપિયા લેવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે બોન્ડેડ ડૉક્ટરનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરકાર માત્ર બોન્ડ વસૂલીને સંતોષ માનતી હોવાના આક્ષેપ કર્યા હતા.
સરકારનો જવાબ
રાજ્યના બોન્ડેડ ડૉક્ટર્સ મુદ્દે નવી પોલિસીની જાહેરાત કરાઈ છે. ફરજ પર હાજર ન થાય તેવા બોન્ડેડ ડૉક્ટર્સને સર્ટિફિકેટ મળશે નહીં. બોન્ડેડ ડૉક્ટર્સે ફરજિયાત આપવી પડશે MBBS અને PGની દોઢ વર્ષની સેવા છે, સેવા નહીં આપનારા ડૉક્ટર પાસેથી 60 લાખ રૂપિયાની વસૂલાત કરાશે. MBBSના 20 લાખ અને PGના 40 લાખની વસૂલાત કરાશે. અત્યારે રાજ્યના 359 ડૉક્ટર પાસેથી બોન્ડની રકમ વસૂલાત બાકી છે. 359 ડૉકટર પાસેથી 18 કરોડ 25 લાખની વસૂલાત બાકી છે.
સળગતા સવાલ
ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા ક્યારે બનશે સુદ્રઢ?
સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ કેમ?
સરકારી બોન્ડ પોલિસીની કડક અમલવારી કેમ નહીં?
તબીબોના અભાવે દર્દીઓ આરોગ્યસેવાથી વંચિત કેમ?
સરકારના ખર્ચે ડૉક્ટર બન્યા બાદ હાજર કેમ નથી થતાં તબીબો?
આવા તબીબો વિરુદ્ધ સરકારે કોઈ પગલા લીધી છે?
બોન્ડની રકમ વસૂલી લેવાથી તબીબોને મુક્તિ મળી જાય છે?
રાજ્યમાં 50 ટકા તબીબોની જગ્યા ખાલી કેમ?
ડૉક્ટરોની મનમાનીનો ભોગ જનતા ક્યાં સુધી બનશે?