બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / In Devdh village of Surat, a dumper driver crushed two youths

અકસ્માત / સુરતમાં બેફામ ડમ્પર બન્યું યમરાજ ! ઘરે જઈ રહેલા બે યુવકોને કચડી નાખ્યા

ParthB

Last Updated: 10:39 AM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના દેવધ ગામમાં મિલથી ઘરે જવા નીકળેલા મોપેડ સવાર બે યુવકોને એક ડમ્પર ચાલકે અડફેટે લઈને કચડી નાંખતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  • સુરતના દેવધ પાસે ગંભીર અકસ્માત
  • ડમ્પર ચાલકે બે યુવકોને કચડી નાખ્યાં
  • પોલીસહદના વિવાદમાં મૃતદેહ કલાકો પડ્યાં રહ્યાં

સુરતના દેવધ ગામ પાસેની ઘટના 

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સુરતના દેવધ ગામ પાસે મિલથી ઘરે જવા માટે નીકળેલા મોપેડ સવાર બે યુવકોને બેફામ ગતિએ ચલાવતા ડમ્પર ચાલકે કચડી નાંખતા બંનેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો કે, ડમ્પર ચાલક એક યુવકને દુર સુધી ધસડી ગયો હતો. બનાવની જાણ બાદ પોલીસ મથકની હદના વિવાદમાં કલાકો સુધી પોલીસે કાર્યવાહી હાથ ન ધરતા મૃતદેહ કલાકો સુધી ઘટના સ્થળે પડી રહ્યા હતા. 

રેતી ભરેલા ડમ્પરના ચાલકે બંને યુવકો અડફેટમાં લીધા  

પુણા નેચરવેલી ખાતે રહેતો 28 વર્ષીય શિવા ચાંડક અને ગોડાદરા ખોડિયાર નગરનો અનિરૂધ્ધ શર્મા(૨૭)પલસાણાની સ્ટાર નિટ્સ મિલમાં માર્કેટિંગમાં કામ કરતા હતા. સોમવારે સાંજે બન્ને માર્કેટ જવા માટે મોપેડ પર નિકળ્યા હતા.બન્ને દેવધ ગામ નજીક રસ્તો ઓળંગતા હતા ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક રેતી ભરેલા ડમ્પરના ચાલકે તેમને અડફેટમાં લઈ લીધા હતા અને કડડી નાંખ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક બન્ને યુવકોને દુર સુધી ધસડી ગયો હતો. 
 
પોલીસહદના વિવાદમાં મૃતદેહ કલાકો પડ્યાં રહ્યાં

અકસ્માત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ પોલીસ મથકની હદના વિવાદને લઈ કલાકો સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જેના કારણે કલાકો સુધી મૃતદેહ ઘટના સ્થળે પડી રહ્યા હતા. આખરે ગોડાદરા પોલીસ મથકની હદ હોવાનું નક્કી થતા ગોડાદરા પોલીસે 3 કલાક બાદ કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ