રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં પેપર ચોરીનો બનાવ બન્યો છે. ભાવનગરના તળાજાના નેસવડ ગામે પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. હાલ સ્કૂલોમાં પરીક્ષા ચાલુ છે. ત્યારે ધોરણ 7 અને 8ના પરીક્ષાના પેપર સ્કૂલમાંથી ચોરી થઈ હતી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પેપર ચોરી મામલે મોડીરાતે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોધાતાં ભાવનગર એલસીબીની ટીમ અને પોલીસ કાફલો નેસવડા ગામે તપાસ અર્થે પહોંચ્યો હતો.
ભાવનગર LCB અને પોલીસે તપાસ હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, આજથી ધોરણ 6થી 8ની પરીક્ષા શરૂ થઇ રહી છે.ત્યારે શિક્ષણમંત્રી જીતુવાઘાણીના જિલ્લો ભાવનગરમાં તળાજા તાલુકાના નેસવડ ગામે ધોરણ 7 અને 8ના પેપર ચોરાયા ઘટના સામે આવતાં શિક્ષણ આલમમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે, પેપર ચારીની ઘટનાને લઇને શાળાના શિક્ષકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ હાલ ભાવનગર LCB અને પોલીસે આ પેપર ચોરી મામલે તપાસ હાથ ધરી છે.
સરકારી શાળામાંથી પેપર ચોરીનો ઘટનાક્રમ
ભાવનગર તળાજાના નેસવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી પેપર ચોરાયા હોવાની ઘટના સામે આવી છે. ગત 20 એપ્રિલની રાત્રે અજાણ્યા શખ્સોએ સરકારી પ્રાથમિક શાળાના કાર્યાલયના દરવાજાનું તાળું તોડી કાર્યાલયમાં પ્રવેશ્યા અને કાર્યાલયમાં રહેલા કબાટનું તાળું તોડી તેમાં રહેલા પરીક્ષાના પેપરની ચોરી કરી હતી. અજાણ્યા શખ્સોએ ધોરણ-7ના તમામ વિષયોના ત્રણ-ત્રણ પેપરો, ધોરણ-8ના ગુજરાતીના એક પેપર મળી કુલ 22 પેપરોની ચોરી કરી છે. ઉલ્લેખનીય છે કે, દીહોર કેન્દ્રવર્તી શાળામાંથી નેસવડ ગામની સરકારી પ્રાથમિક શાળામાં પેપર લાવવામાં આવ્યા હતાં. શાળામાં પેપરોની ચોરી થઈ હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષક દેવરાજ ધાધલા થતાં તેઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. હાલ સમગ્ર મામલે ભાવનગર LCB અને પોલીસે તપાસ હાથ ધરી છે.